આ વખતે હોળીના દિવસે પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી અંબાજી મંદિરના સમયમાં ફેરફાર થઈ રહ્યા છે. જેમાં અંબાજી ખાતે હોળી એક દિવસ પહેલા પ્રગટાવવામાં આવશે અને ચંદ્રગ્રહણને લઇ અંબાજી મંદિર પણ બંધ રહેશે. પૂનમના દિવસે દર્શનન આરતી સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીજી માર્ચે સોમવાર ફાગણ સુદ 14ના દિવસે હોળી પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 7.30થી 8.00 કલાકે આરતી થશે અને ત્યારબાદ 8.00થી 11.30 સુધી ભક્તો દર્શન કરી શકશે. બપોરે 12.00 કલાકે રાજભોગ ધરાવવામાં આવશે, જ્યારે સાંજે 6:30 કલાકે હોળી પ્રગટાવવામાં આવશે. હોળી પ્રગટાવ્યા બાદ સાંજની આરતી 7.30 થી 8.00 કલાકે થશે, જ્યારે ત્રીજી મા્ર્ચ મંગળવાર ફાગણ સુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી માતાજીના દર્શન અને આરતીના સમયમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે. આ દિવસે સવારે વહેલા 6.00થી 6.30 કલાકે આરતી અને 6.30થી 7.30 સુધી દર્શનનો લાભ મળશે. સવારે 7.30 થી 8.00 કલાકે રાજભોગ ધરાવ્યા બાદ સવારના 8.00 વાગ્યાથી રાત્રિના 9.30 વાગ્યા સુધી મુખ્ય દર્શન બંધ રહેશે.
Source link
