Holi Particular Candy Recipe: હોળી પર બનાવો માવા વગરની બરફી, ભેળસેળની ચિંતા મૂકીને મોજથી ખાઓ

Holi Particular Candy Recipe: હોળી પર બનાવો માવા વગરની બરફી, ભેળસેળની ચિંતા મૂકીને મોજથી ખાઓ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


Holi Particular Candy Lauki Barfi Recipe:  હોળી ધુળેટી હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે. પંચાંગ મુજબ હોળીનો તહેવાર ફાગણ પુનમે ઉજવાય છે, ત્યાર પછીના બીજા દિવસે પ્રિયજનો અને મિત્રોને રંગ લગાવી ધુળેટીની ઉજવણી થાય છે. દિવાળી જેમ હોળીના તહેવાર પર ઘરે વિવિધ પ્રકારની મીઠાઇ અને ફરસાણ બનાવવાની પરંપરા છે. હોળી પર માવા ગુજિયા એટલે કે ધુધરા ખાસ બને છે. જો તમે ઘરે મીઠાઇ બનાવવાનું વિચારી રહ્યા છો તો ઓછા સમય અને મહેનતમાં દૂધીની બરફી બનાવી શકાય છે.

પ્રખ્યાત શેફ અને રસોઈ નિષ્ણાત નિશા મધુલિકાએ તેમની યુટ્યુબ ચેનલ પર દૂધી બરફી બનાવવાની એક સરળ રેસીપી શેર કરી છે, જે તમે સરળતાથી ઘરે પણ બનાવી શકો છો. દૂધી માંથી બનેલી આ મીઠાઈ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે.

દૂધી બરફી બનાવવા માટે સામગ્રી

  • દૂધી : 1 કિલો દૂધી, 
  • ખાંડ : 1.5 કપ
  • દૂધ : 300 ગ્રામ
  • ઘી : 1/2 કપ 
  • કાજુ : 1/4 કપ
  • બદામ : 7 – 8 નંગ
  • એલચી પાઉડર : 2 નાની ચમચી

Dudhi Ni Barfi Banavani Reet : દૂધી બરફી બનાવવાની રીત

દૂધી બરફી બનાવવા માટે પહેલા દૂધીની છાલ કાઢી લો, પછી ખમણી પર છીણી લો. છીણેલી દૂધી માંથી વધારાનું પાણી કાઢી લો.

ગેસ ચાલુ કરી એક કઢાઇમાં છીણેલી દૂધી ઉમેરો. મીડિયમ તાપે દૂધીને પકવવા જ્યાં સુધી તે એકદમ નરમ થાય અને પાણી શોષાઇ જાય. પછી તેમા ઘી અને દૂધ ઉમેરી દૂધીને પકવવા દો. દૂધી બધુ દૂધ શોષી લે પછી તેમા ખાંડ ઉમેરો. આ દરમિયાન દૂધને સતત હલાવતા રહો, જેથી તે દાઝી ન જાય. 

આ પણ વાંચો | વધેલા ભાત માંથી બનાવો 10 સ્વાદિષ્ટ વાનગી, પૌષ્ટિક બનાવવા આ વસ્તુઓ ઉમેરો

દૂધ શોષાઇ ગયા બાદ દૂધી એકદમ ઘટ્ટ થાય પછી તેમા કાજુ, બદામના નાના ટુકડા અને એલચી પાઉડર ઉમેરી બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દો.

આ પણ વાંચો | ઘઉંની રોટલી ખાઈ કંટાળી ગયા છો! આ 10 પ્રકારની પરંપરાગત રોટલી ટ્રાય કરો

એક ટ્રે કે થાળીમાં ઘી લગાવો. પછી આ દૂધીના મિશ્રણને પાથરી દો. તેની ઉપર ગાર્નિશ માટે કાજુ બદામના ટુકડા ભભરાવો. હવે દૂધ બરફીને 1 થી 2 ટકા સુધી સેટ થવા માટે રહેવા દો. પછ કાજુ કે કટર વડે ચોરસ આકારમાં કટ કરો. આ રીતે ઘરે બનાવેલી દૂધ બરફી 4 થી 5 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *