Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

Swaminarayan Mandir: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિરનો આજે સ્થાપના દિવસ, જાણો 204 વર્ષ જુના મંદિરનો ઇતિહાસ

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Kalupur Swaminarayan Mandir Sthapna Diwas : સ્વામિનારાયણ સંપ્રદાયના ગુજરાત સહિત દેશ વિદેશમાં ઘણા મંદિરો આવેલા છે. જો કે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું સૌથી વધુ મહત્વ છે, કારણ કે આ મંદિરનું નિર્માણ ભગવાન સ્વામીનારાયણની હાજરીમાં થયુ હતું. આજે કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો સ્થાપના દિવસ છે. આ મંદિર 204 વર્ષ જૂનું છે. 

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનો ઇતિહાસ અનેરો છે. તે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે, જેના પ્રત્યે સંપ્રદાયના અનુયાયીઓ બહુ આસ્થા ધરાવે છે. કાલુપુર સ્વામિનારાયણ મંદિર નિર્માણ માટે માટે તત્કાલિન અમદાવાદના બ્રિટિશ ક્લેક્ટરે જમીન આપી હતી.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય વર્ષ 1819માં (વિક્રમ સંવત 1876) શરૂ થયું હતું. 3 વર્ષની કામગીરી બાદ વર્ષ 1822માં 24 ફેબ્રુઆરી, ફાગણ સુદ 3 તિથિના શુભ દિવસે સ્વંય ભગવાન સ્વામિનારાયણના હસ્તે કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનારાયણ અને અન્ય દેવીદેવતાઓની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંપ્રદાયના અનુયાયીઓ, સામાન્ય લોકો સહિત લગભગ 50 હજાર લોકો ઉપસ્થિત રહ્યા હોવાનું કહેવાય છે.

kalupur swaminarayan temple history | Kalupur Swaminarayan Temple | Swaminarayan Temple
Kalupur Swaminarayan Temple : કાલુપુર સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં બે હવેલી આવે છે. {Photograph}: (Gujarat Tourism)

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી મનમોહક 

કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપત્ય શૈલી અતિ મનમોહક છે. મંદિર પ્રાંગણમાં નરનારાયણ મંદિર, અક્ષર ભવન, રંગ મહેલ, મહિલાઓ માટે મંદિર અને હવેલી આવેલી છે. મંદિરનું પ્રવેશદ્વાર પર બહુ સુંદર કોતરણી છે, જેની અંદર પ્રવેશતા જ મનને અદભુત શાંતિનો અહેસાસ છે. મંદિરની એક બાજુ ત્રણ માળની હવેલી છે, જેનું નિર્માણ વર્ષ 1871માં આચાર્ય કેશવપ્રસાદ મહારાજે કરાવ્યું હતું. હવેલી બનાવવા માટે સુંદર કોતરણીથી સુશોભિત લાકડાનો ઉપયોગ કરાયો છે. તો બીજી બાજુ બે માળની હવેલી છે.

આ પણ વાંચો| આજનો ઇતિહાસ 24 ફેબ્રુઆરી : સેન્ટ્રલ એક્સાઇઝ દિવસ કેમ ઉજવાય છે? 

નરનારાયણ મંદિર

કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન નરનરાયાણ દેવ, શ્રી રાધા કૃષ્ણ દેવ, શ્રી ધર્મપિતા, ભક્તિમાતા, હરિકૃષ્ણ મહારાજ, શ્રી બાલ સ્વરૂપ ધનશ્યામ મહારાજ અને શ્રી રંગમહેલ ધનશ્યામ મહારાજની દિવ્ય મૂર્તિઓની પ્રાણપ્રતિસ્થા કરવામાં આવી છે. ભગવાનની મૂર્તિઓ સુંદર વસ્ત્રો અને અલંકારોથી સુશોભિત હોય છે. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *