ટ્રેન ઉથલાવવાનું કાવતરું કે ટીખળ? રેલવે ટ્રેક પર કોલ્ડ ફાયરના ટેટા મળતા પોલીસ દોડતી થઈ

ટ્રેન ઉથલાવવાનું કાવતરું કે ટીખળ? રેલવે ટ્રેક પર કોલ્ડ ફાયરના ટેટા મળતા પોલીસ દોડતી થઈ

બ્લોગ BLOG
Spread the love



વડોદરા નજીક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરતા રેલવે અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું. અનગઢની ઇન્ડસ્ટ્રીયલ રેલવે લાઇન પર જ્યારે વિસ્ફોટક જેવો પદાર્થ દેખાયો, ત્યારે લોકોના જીવ તાળવે ચોંટી ગયા. પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ અને FSLની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરુ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ કોલ્ડ ફાયરના ફૂટેલા ટેટા હતા, જે ટ્રેક પર મૂકવામાં આવ્યા હતા. જોકે, કોઈ ગંભીર વિસ્ફોટક પદાર્થ ન હોવાથી પોલીસે હાશકારો અનુભવ્યો છે. આ કાવતરું કોઈ ટીખળખોર તત્વોનું હોવાની પોલીસને આશંકા છે. ટ્રેનને મોટું નુકસાન પહોંચાડવા કે ભય ફેલાવવાના ઈરાદે આ પદાર્થો ટ્રેક પર રખાયા હતા કે કેમ, તે દિશામાં હાલ તપાસ હાથ ધરાઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *