Gujarat Funds 2026-27: ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈની ‘કાળી બેગ’ માંથી શું નીકળશે

Gujarat Funds 2026-27: ગુજરાત બજેટનો રંગ બદલાયો, નાણા મંત્રી કનુભાઈની ‘કાળી બેગ’ માંથી શું નીકળશે

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


Gujarat Funds 2026-27: આજે રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત બજેટ 2026-27 આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરશે. બજેટ રજૂ કરતા પહેલા રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાના એક્સ હેન્ડલ પરથી બે તસવીરો શેર કરી હતી. જેમાં બજેટની બેગ પણ દેખાઈ રહી છે. જોકે આ વખતે બેગ કાળા રંગની છે. અગાઉ 2025-26 ના ગુજરાત બજેટની બેગ લાલ રંગની હતી.

રાજ્ય નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પોતાની એક્સ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે,”વિકસિત ગુજરાતને નવી ઊર્જા પ્રદાન કરી ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિ (GYAN)ના સપનાઓને નવી દિશા આપતું ગુજરાત બજેટ 2026-27 આજરોજ ગુજરાત વિધાનસભામાં રજૂ કરીશ”.

કનુભાઈ દેસાઈ આજે સતત પાંચમી વખત ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરશે. છેલ્લા પાંચ વર્ષમાં તેમણે અલગ-અલગ બજેટ બેગનો ઉપયોગ કર્યો છે. જોકે આ વર્ષે તેઓ જે બેગ વિધાનસભામાં લઈને આવ્યા છે તેનો કલર કાળો છે. અને આ બેગ પર આદિવાસી કળા વર્લીનું ભરતકામ કરવામાં આવ્યું છે. અગાઉના બજેટ બેગની વાત કરીએ તો તેઓ લાલ અને ગુલાબી રંગની બેગ લઈને વિધાનસભામાં બજેટ રજૂ કરી ચુક્યા છે. 

ગુજરાત બજેટ 2026-27 ‘કાળી બેગ’

નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે વર્ષ 2026-27 માટેનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રહેવાની પ્રબળ શક્યતા છે. 

તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે (2025-26) ગુજરાતનું બજેટ અંદાજે રુ. 3.70 લાખ કરોડ હતું, જે આ વર્ષે વધીને રુ.3.90 લાખ કરોડ થી રુ.4.20 લાખ કરોડ વચ્ચે રહેવાની ધારણા છે.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *