જો તમે નોકરી બદલવા કે પછી કોઈ અન્ય કારણથી તમારું સેલેરી એકાઉન્ટ બદલો છો, તો નિશ્ચિત રૂપથી તમારા પીએફ ખાતામાં જાણકારી જરૂર અપડેટ કરો. આવું નહીં કરવા પર જ્યારે તમે પીએફ ખાતામાંથી રૂપિયા નીકાળવા જશો, તો મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પહેલાથી ખાતું અપડેટ રાખવા પર તમે ઈમરજન્સીની સ્થિતિમાં તમારા પીએફ એકાઉન્ટમાંથી રૂપિયા નીકાળી શકો છો. જો અપડેટ ન કર્યું, તો ઈમરજન્સીમાં પીએફ ખાતામાંથી રૂપિયા નીકાળવા પહેલા તમારે તમારું સેલેરી એકાઉન્ટ અપડેટ કરાવવું પડશે, જેથી વધારે વિલંબ ન થાય.

