તરબૂચ માટે તેમણે આકર્ષક દેખાવવાળી અને સ્વાદિષ્ટ જાતો પસંદ કરી છે, જેમ કે, જન્નત (ટામેટાનો લાલ ગૂદો, આછી લીલી છાલ), મન્નત (ઘટી લીલી છાલ સાથે લાલ ફળ), વિશાલા (અંદર લાલ, બહાર પીળું) અને આરોહી (કાળી છાલ અને પીળો કે લાલ ફળ). તેઓ કહે છે કે, “હું એક ખેડૂત પુત્ર છું અને બાળપણથી જ ખેતી કરું છું, પરંતુ મારુ એકેડમિક બેકગ્રાઉન્ડ અને એનાલિટિકલ માઈન્ડ સેટે મને સાયન્ટિફિક મેથડ્સ અને માર્કેટ સંચાલિત ક્રોપીંગ પેટર્ન અપનાવવામાં મદદ કરી છે.”

