તેમને પરત મોકલો: શેખ હસીના પર બાંગ્લાદેશની નવી સરકાર પણ યુનૂસના રસ્તે

તેમને પરત મોકલો: શેખ હસીના પર બાંગ્લાદેશની નવી સરકાર પણ યુનૂસના રસ્તે

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

તારિક રહેમાનની પાર્ટીના સિનિયર નેતા અને સ્થાયી સમિતિના સભ્ય સલાહુદ્દીન અહમદે કહ્યું કે, ભારતને કાયદાનું સન્માન કરતા હસીનાને ઢાકા પાછા મોકલી દેવા જોઈએ, જેથી તેમના પર બાંગ્લાદેશમાં માનવતા વિરુદ્ધ અપરાધો માટે કેસ ચલાવી શકાય.

News18
News18

ઢાકા: બાંગ્લાદેશમાં બીએનપી સરકાર બનવા જઈ રહી છે અને ખાલિદા જિયાના લાલ તારિક રહેમાન નવા પ્રધાનમંત્રી બનશે. આ દરમ્યાન તેમના સૌથી નજીક પાડોશી એટલે કે ભારતને લઈને બીએનપીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારતના સંબંધ મજબૂત થશે. સવારે પાડોશી સાથે સંબંધો સુધારવાની વાત અને સાંજે બીએનપીએ એ જ કામ કરવાનું શરુ કરી દીધું, જેના કારણે યૂનુસની સરકાર જતી રહી. બીએનપીએ બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને પરત મોકલવાની માગ ફરી રિપીટ કરી છે. ફરી એક બાંગ્લાદેશ સરકારે એ જ જૂનો રાગ આલાપવાનું શરુ કરી દીધું છે.

શું બોલી તારિક રહેમાનની પાર્ટી

તારિક રહેમાનની પાર્ટીના સિનિયર નેતા અને સ્થાયી સમિતિના સભ્ય સલાહુદ્દીન અહમદે કહ્યું કે, ભારતને કાયદાનું સન્માન કરતા હસીનાને ઢાકા પાછા મોકલી દેવા જોઈએ, જેથી તેમના પર બાંગ્લાદેશમાં માનવતા વિરુદ્ધ અપરાધો માટે કેસ ચલાવી શકાય.

સલાહુદ્દીન અહમદ આગળ બોલ્યા કે અમારી પાર્ટી ઔપચારિક રીતે ભારત સરકાર પાસેથી તેમને પાછા મોકલવાનો આગ્રહ કરશે. આ બંને દેશોના વિદેશ મંત્રાલયો વચ્ચેનો મામલો છે અને અમે તેને કાયદાકીય રીતે આગળ વધારીશું.

શેખ હસીનાને સંભળાવી છે મોતની સજા

આપને જણાવી દઈએ કે, બાંગ્લાદેશમાં નવેમ્બર 2025માં ઢાકાની એક સ્પેશિયલ કોર્ટે શેખ હસીનાને તેમની ગેરહાજરીમાં મોતની સજા સંભળાવી હતી, જે બાદમાં તેમની વાપસીનું પ્રેશર ભારત પર વધી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે, પ્રત્યાર્પણની માગ એવા સમયે આવી છે, જ્યારે 12 ફેબ્રુઆરીના રોજ શેખ હસીનાએ દિલ્હીથી એક નિવેદન જાહેર કરી બાંગ્લાદેશની ચૂંટણીને નકલી ગણાવી હતી અને માગ ઉઠાવી હતી કે તેને રદ કરી સમગ્ર કાનૂની પ્રક્રિયાથી ફરી વાર શરુ કરવી જોઈએ.

ભારતનું શું છે સ્ટેન્ડ

આપને જણાવી દઈએ કે, આ અગાઉ પણ શેખ હસીનાના પ્રત્યાર્પણની માગ ઉઠી ચુકી છે. જેના પર જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે તપાસ કરવાની વાત કરી હતી કે અમે બાંગ્લાદેશના લોકોના સર્વોત્તમ હિતો પ્રત્યે કટિબદ્ધ છીએ, જેમાં શાંતિ, લોકતંત્ર, સમાવેશ અને સ્થિરતા સામેલ છે. અને આ સંબંધમા તમામ સ્ટેકહોલ્ડર્સ સાથે વાતચીત ચાલું રાખીશું.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *