Ind vs Nam Stay, T20 World Cup 2026: ટી 20 વર્લ્ડ કપ 2026, વરુણ ચક્રવર્તીનો તરખાટ

Ind vs Nam Stay, T20 World Cup 2026: ટી 20 વર્લ્ડ કપ 2026, વરુણ ચક્રવર્તીનો તરખાટ

રાષ્ટ્રીય NATIONAL
Spread the love


T20 World Cup 2026 Ind vs Nam Stay Match Updates : ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં ભારતે આપેલા 210 રનના પડકાર સામે નામિબિયાએ 11 ઓવરમાં 5 વિકેટે 88 રન બનાવી લીધા છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

ભારત : સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

નામિબિયા : લોરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિંક, જેન નિકોલ લોફ્ટી-ઈટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિત, ઝેન ગ્રીન, રુબેન ટ્રમ્પેલમેન, મલાન કુગેર, બેન શિકોંગો, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, મેક્સ હિંગો.

  • Feb 12, 2026 21:52 IST

    Ind vs Nam Stay : નામિબિયાએ 88 રનમાં 5 વિકેટ ગુમાવી

    જેન નિકોલ લોફ્ટી-ઈટન 13 બોલમાં 1 ફોર સાથે 13 રને, ગેરહાર્ડ ઇરાસ્મસ 11 બોલમાં 2 સિક્સર સાથે 18 રને અને જેજે સ્મિત 2 બોલમાં ખાતું ખોલાયા વિના આઉટ. નામિબિયાએ 88 રનમાં પાંચમી વિકેટ ગુમાવી. વરુણ ચક્રવર્તીએ 3 વિકેટ ઝડપી.

  • Feb 12, 2026 21:34 IST

    Ind vs Nam Stay : વરુણ ચક્રવર્તીને મળી સફળતા

    લોરેન સ્ટીનકેમ્પ 20 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 29 રને વરુણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો. નામિબિયાએ 67 રને બીજી વિકેટ ગુમાવી.

  • Feb 12, 2026 21:27 IST

    Ind vs Nam Stay : નામિબિયાના 6 ઓવરમાં 1 વિકેટે 57 રન

    નામિબિયાએ 6 ઓવરમાં 1 વિકેટે 57 રન બનાવી લીધા છે. લોરેન સ્ટીનકેમ્પ 29 અને જેન નિકોલ લોફ્ટી-ઈટન 4 રને રમતમાં છે.

  • Feb 12, 2026 21:16 IST

    Ind vs Nam Stay : જેન ફ્રાયલિંક આઉટ

    જેન ફ્રાયલિંક 15 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 22 રને અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. નામિબિયાએ 33 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Feb 12, 2026 21:06 IST

    Ind vs Nam Stay : લોરેન સ્ટીનકેમ્પ અને જેન ફ્રાયલિંક ઓપનિંગમાં ઉતર્યા

    નામિબિયા તરફથી લોરેન સ્ટીનકેમ્પ અને જેન ફ્રાયલિંક ઓપનિંગમાં ઉતર્યા. હાર્દિક પંડ્યાની પ્રથમ ઓવરમાં 2 રન બનાવ્યા.

  • Feb 12, 2026 20:44 IST

    Ind vs Nam Stay : નામિબિયાને જીતવા માટે 210 રનનો પડકાર

    ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં નામિબિયા સામે ભારતે 20 ઓવરમાં 9 વિકેટે 209 રન બનાવી લીધા છે  નામિબિયાને જીતવા માટે 210 રનનો પડકાર મળ્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. નામિબિયા તરફથી ગેરહાર્ડ ઇરાસ્મસે 4 ઓવરમાં 20 રન આપી 4 વિકેટ ઝડપી હતી.

  • Feb 12, 2026 20:38 IST

    Ind vs Nam Stay : હાર્દિક પંડ્યા 52 રને આઉટ

    હાર્દિક પંડ્યા 28 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે 52 રને કેચ આઉટ થયો. અક્ષર પટેલ પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ થયો. ભારતે 206 રને સાતમી વિકેટ ગુમાવી.

  • Feb 12, 2026 20:31 IST

    Ind vs Nam Stay : હાર્દિક પંડ્યાની અડધી સદી

     હાર્દિક પંડ્યાઓ 27 બોલમાં 4 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 18.1 ઓવરમાં 200 રન પુરા કર્યા. 

  • Feb 12, 2026 20:16 IST

    Ind vs Nam Stay : ભારતના 15 ઓવરમાં 168 રન

    ભારતે 15 ઓવરમાં 4 વિકેટે 168 રન બનાવી લીધા છે. હાર્દિક પંડ્યા 26 અને શિવમ દુબે 13 રને રમતમાં છે.

  • Feb 12, 2026 20:02 IST

    Ind vs Nam Stay : તિલક વર્મા આઉટ

    તિલક વર્મા સારી શરૂઆતને મોટા સ્કોરમાં ફેરવી શક્યો ન હતો અને 21 બોલમાં 3 ફોર સાથે 25 રને કેચ આઉટ થયો હતો. ભારતે 124 રને ચોથી વિકેટ ગુમાવી.

  • Feb 12, 2026 19:53 IST

    Ind vs Nam Stay : સૂર્યકુમાર આઉટ

    સૂર્યકુમાર યાદવ 13 બોલમાં 1 સિક્સર સાથે 12 રને સ્ટમ્પિંગ આઉટ થયો. ભારતે 3 વિકેટે 120 રન બનાવી લીધા છે.

  • Feb 12, 2026 19:41 IST

    Ind vs Nam Stay : ઇશાન કિશન 61 રને આઉટ

    ઇશાન કિશન 24 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે 61 રન બનાવી ઇરાસ્મસની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 104 રને બીજી વિકેટ ગુમાવી.  ભારતે 6.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. 

  • Feb 12, 2026 19:34 IST

    Ind vs Nam Stay : ઇશાન કિશનની 20 બોલમાં અડધી સદી

    ઇશાન કિશને 20 બોલમાં 5 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ઇશાને સ્મિતની એક ઓવરમાં 4 સિક્સર સાથે 28 રન બનાવ્યા. ભારતે પાવરપ્લેમાં 86 રન બનાવ્યા.

  • Feb 12, 2026 19:13 IST

    Ind vs Nam Stay : સેમસન આઉટ

    સંજુ સેમસન 8 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે બેન શિકોંગોની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 25 રને પ્રથમ વિકેટ ગુમાવી.

  • Feb 12, 2026 19:06 IST

    Ind vs Nam Stay : સંજુ સેમસન અને ઇશાન કિશન ઓપનિંગમાં

    સંજુ સેમસન અને ઇશાન કિશન ઓપનિંગમાં ઉતર્યા, સમસને સિક્સર મારી ખાતું ખોલાવ્યું. ભારતે પ્રથમ ઓવરમાં 8 રન બનાવ્યા.

  • Feb 12, 2026 18:54 IST

    Ind vs Nam Stay : સેમસનને તક મળી

    ભારતની ટીમમાં અભિષેક શર્મા અને મોહમ્મદ સિરાજના સ્થાને સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો છે. અભિષેકને આરામ અપાયો છે.

  • Feb 12, 2026 18:41 IST

    Ind vs Nam Stay : નામિબિયા પ્લેઇંગ ઇલેવન

    લોરેન સ્ટીનકેમ્પ, જેન ફ્રાયલિંક, જેન નિકોલ લોફ્ટી-ઈટન, ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), જેજે સ્મિત, ઝેન ગ્રીન, રુબેન ટ્રમ્પેલમેન, મલાન કુગેર, બેન શિકોંગો, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, મેક્સ હિંગો.

  • Feb 12, 2026 18:38 IST

    Ind vs Nam Stay : ભારત પ્લેઇંગ ઇલેવન

    સંજુ સેમસન, ઈશાન કિશન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડયા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.

  • Feb 12, 2026 18:36 IST

    Ind vs Nam Stay : નામિબિયાએ ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

    ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં ભારત સામે નામિબિયાના કેપ્ટન ગેર્હાર્ડ ઇરાસ્મસે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

  • Feb 12, 2026 16:32 IST

    Ind vs Nam Stay : ભારત વિ નામીબિયા હેડ ટુ હેડ રેકોર્ડ

    ભારત અને નામીબિયા વચ્ચે હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને દેશો વચ્ચે ફક્ત એક જ ટી 20 મેચ રમાઇ છે. જેમાં ભારતે નામીબિયાને નવ વિકેટથી હરાવ્યું હતું. 2021ના વર્લ્ડ કપમાં નામીબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 132 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ 15.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક મેળવી લીધો હતો.  

  • Feb 12, 2026 15:38 IST

    Ind vs Nam Stay : ભારતની રણનીતિ

    અભિષેક શર્માને પેટની તકલીફના કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. નામીબિયાની મેચના એક દિવસ પહેલા તેને રજા આપવામાં આવી હતી પણ ભારતીય ટીમ મેનેજમેન્ટને નામીબિયા સામેની મેચમાં આરામ આપી શકે છે. કારણ કે તેણે ત્રણ દિવસ બાદ પાકિસ્તાન સામે રમવાનું છે અને તે માટે તેણે કોલંબો પ્રવાસ ખેડવો પડશે.

  • Feb 12, 2026 15:37 IST

    Ind vs Nam Stay : આજે ભારત વિ નામીબિયા વચ્ચે મેચ

    આઈસીસી ટી 20 વર્લ્ડ કપની 18મી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા ગુરુવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે ટકરાશે. ભારતીય ટીમે અમેરિકા સામેની પ્રથમ મેચમાં વિજય મેળવ્યો છે. જ્યારે નામિબિયાનો નેધરલેન્ડ સામે સાત વિકેટથી પરાજય થયો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *