ભગવા કપડે સાધુના વેશમાં સૂમસામ જગ્યાએ કાંડ, ટાર્ગેટ માત્ર વૃદ્ધો! આ રીતે પકડાયો મદારી ગેંગનો માસ્ટરમાઈન્ડ

ભગવા કપડે સાધુના વેશમાં સૂમસામ જગ્યાએ કાંડ, ટાર્ગેટ માત્ર વૃદ્ધો! આ રીતે પકડાયો મદારી ગેંગનો માસ્ટરમાઈન્ડ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

વલસાડમાં ભગવા રંગનું કપડું ધારણ કરી સાધુના વેશમાં મોટેભાગે સિનિયર સિટીઝનોને જ ટાર્ગેટ કરતી લૂંટ અને છેતરપિંડી આરસતી કુખ્યાત મદારી ગેંગનો માસ્ટરમાઈન્ડ નરેશનાથ ઉર્ફે અચીયા દબોચાયો છે.

News18
News18

વલસાડ: જિલ્લા એલસીબી પોલીસે અજીબ તરકિબથી લોકોને ભ્રમિત કરી છેતરપિંડી આચરતી કુખ્યાત મદારી ગેંગના માસ્ટરમાઈન્ડને દબોચી લીધો છે. આ ગેંગ ભગવા રંગનું કપડું ધારણ કરી સાધુના વેશમાં મોટેભાગે સિનિયર સિટીઝનોને જ ટાર્ગેટ કરતી હતી. જોકે ગેંગનો માસ્ટરમાઈન્ડ હાલ પોલીસના હાથે લાગતા અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ રહ્યા છે. ત્યારે કોણ છે આ મદારી ગેંગ? અને કેવા છે તેના કારનામાં? જોઈએ આ અહેવાલ.

વિગતે વાત કરીએ તો, વલસાડના પીઠા ગામ નજીક ધોળે દિવસે એક અજાણ્યા શખ્શે રસ્તો પૂછવાના બહાને એક કાર ચાલક દંપતીને રોક્યું હતું અને બાદમાં ચતુરાઈથી તેમના સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને ફરાર થઈ ગયા હતા. જે બાદ આ દંપતી છેતરપિંડીની ઘટના પોલીસ સ્ટેશને લઈ પહોંચતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઈ હતી અને બાદમાં પોલીસે તપાસ કરી ગણતરીના સમયમાં જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ આ ઈસમને પકડી પાડ્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેની ઓળખ નરેશનાથ ઉર્ફે અચીયા તરીકે થઈ હતી, જેની ધરપકડ કરતી પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ફોટામાં દેખાતો પોલીસની ગિરફ્તમાં ઉભેલો આ વ્યક્તિ આપને માસૂમ અને નિર્દોષ લાગી રહ્યો છે. પરંતુ આ પેન્ટ શર્ટના કપડા પાછળ એક સાતીર દિમાગ અને સાતીર ઇરાદાઓ છુપાયેલો હોવાનો ઘટસ્ફોટ પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા અનેક ચોંકાવનારા ખુલાસા થયા બાદ થયો હતો.

હકીકતમાં નરેશનાથ મદારી ગેંગનો માસ્ટરમાઈન્ડ હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે. આરોપીની ધરપકડ બાદ પીઠા ગામમાં થયેલી ઘટનાની પણ કબૂલાત આપી છે. જ્યાં દંપતી રોડ પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે ભગવો વેશ ધારણ કરી કારમાં સવાર નરેશનાથે અને તેના સાગરીત અમરનાથ ઉર્ફે આર્યન નટવરનાથ પઢિયારે જ તેમને ઊભા રાખ્યા હતા અને નાસિક જવાનો રસ્તો પૂછ્યો હતો. આ દરમિયાન દંપતીને વાતોમાં ભોળવી સાધુ વેશે આવેલા નરેશનાથે તેમને હિપ્નોટાઈઝ કરી અને છેતરપિંડી આચરી અને ફરાર થઈ ગયા હતા. જોકે હાલ એક આરોપી પકડાયો છે અને હજુ આરોપીનો સાગરીત પોલીસ પકડથી દૂર છે.

પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી નરેશનાથ અને અમરનાથ ઉર્ફે આર્યન મદારી ગેંગના સાગરીતો છે. પોલીસના હાથે ઝડપાયા બાદ આ મદારી ગેંગના અનેક કારનામાઓ પોલીસના સામે આવી રહ્યા છે. આરોપીઓ પર આ અગાઉ અરવલ્લી વલસાડ અમદાવાદ સુરેન્દ્રનગર સહિત લગભગ અડધા ગુજરાતના એક ડઝન જેટલા જિલ્લાઓના વિવિધ પોલીસ સ્ટેશનમાં ઢગલાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હોવાનું બહાર આવ્યું છે.

મદારી ગેંગની મોડેસ ઓપરેન્ડી: આ મદારી ગેંગ અજીબ રીતે લોકો સાથે છેતરપિંડી આચરે છે. મોટેભાગે આ ગેંગ ભગવો વેશ ધારણ કરી સાધુ વેશે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ બનાવે છે. એકાંત વિસ્તારમાં રસ્તો પૂછવાના બહાને કે અન્ય કોઈ બહાને તેમને વાતોમાં ભોળવી હિપ્નોટાઈઝ કરે છે અને બાદમાં તેમની પાસે રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ છેતરપિંડી આચરી ફરાર થઈ જાય છે.

મદારી ગેંગનો માસ્ટરમાઈન્ડ નરેશનાથ અત્યારે પોલીસ ગિરફતમાં છે. જોકે હજુ આ ગેંગનો સાતીર સાગરીત અમરનાથ ઉર્ફે આર્યન પોલીસ પકડથી દૂર છે. આથી તેને ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે આ ઘટના પરથી આપને પણ કોઈ અજાણ્યા અને એકાંત વિસ્તારમાં રસ્તો પૂછવાના બહાને ક્યારેક આવા સાધુ વેશે ફરતા સાગરીતોને સારી ભાવનાથી મદદ કરવી મોંઘું પણ પડી શકે છે. ત્યારે ભગવા કપડાં પહેરી સાધુ વેસે ફરતા આવા સાગરીત ઇરાદાઓ વાળા શેતાનોને શબક શીખવવું જરૂરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *