સાવધાન: ગમે ત્યાં QR કોડ સ્કેન કરતા પહેલા વિચારજો, કંગાળ બની જશો, સ્કેમર્સે શોધી નવી રીત

સાવધાન: ગમે ત્યાં QR કોડ સ્કેન કરતા પહેલા વિચારજો, કંગાળ બની જશો, સ્કેમર્સે શોધી નવી રીત

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

મોટા ભાગે આપણે જાણીએ છીએ કે, પૈસા મોકલવા માટે QR કોડ સ્કેન કરવો પડે છે, પણ સ્કેમર આપને એવું કહીને જાળમાં ફસાવે છે કે પૈસા મેળવવા માટે આને સ્કેન કરો.

News18
News18

QR Code Fraud: આજના સમયમાં મોબાઈલથી QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરવું એટલું સરળ થઈ ગયું છે કે લોકો જાણ્યા જોયા વિના ફોન કાઢી અને પૈસા મોકલી દેતા હોય છે. શાકભાજીવાળા હોય, ચાની દુકાન, પાર્કિંગ અથવા કોઈ નાના મોટા સ્ટોલ હોય, દરેક જગ્યાએ QR કોડ તમે જોયા હશે. હવે લોકો ખિસ્સામાં રોકડા રૂપિયા રાખવાનું લગભગ બંધ જ કરી દીધું છે. આવા સમયે લોકોની થનારી આ સુવિધાનો ફાયદો હવે સ્કેમર્સ પણ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી કેટલાય શહેરોમાં એવા કિસ્સા સામે આવ્યા છે, જ્યાં QR કોડ સ્કેન કરતા જ લોકોના બેન્ક બેલેન્સ ઊડી ગયા. જો આપની સાથે પણ આવું ન થાય તો આ સમાચાર ધ્યાનથી વાંચી લેજો.

આખો ખેલ નકલી QR કોડનો છે

સ્કેમર્સ ભીડભાડવાળી જગ્યાએ લાગેલા QR સ્ટિકરને હટાવીને પોતે છપાવેલું ફેક QR ચોંટાડી દેતા હતા. ઉપરથી જોવામાં તમને જરા પણ ફરક નથી લાગતો. ઘણી વાર લોકો ઉતાવળમાં હોય તો તપાસ પણ નથી કરતા અને QR સ્કેન કરી દેતા હોય છે. અહીં જ મુશ્કેલીઓ વધે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ QR કોડ સ્કેન કરે છે, તો તેને ખુદ પૈસા ભરવા પડે છે. પણ ફેક QR કોડ આવું નથી કરતા. તેમાં ઘણી વાર સ્કેન કરતા જ સ્ક્રીન પર ડાયરેક્ટ પિન નાખવા અથવા પેમેન્ટ કન્ફર્મ કરવાનું ઓપ્શન આવી જાય છે. લોકો સમજે છે કે કદાચ આ નવી રીત છે અને જોયા જાણ્યા વિના પિન નાખી દેતા હોય છે. તેમને જરા પણ અહેસાસ નથી આવતો કે તેઓ કોઈને પૈસા મોકલી રહ્યા છે કે લઈ રહ્યા છે. થોડી સેકન્ડમાં જ્યારે અકાઉન્ટમાંથી પૈસા કપાઈ જાય છે, ત્યારે સામેવાળાને સમજાય છે કે તેની સાથે શું થયું છે?

કેવી રીતે કામ કરે છે આ સ્કેન સ્કેમ?

મોટા ભાગે આપણે જાણીએ છીએ કે, પૈસા મોકલવા માટે QR કોડ સ્કેન કરવો પડે છે, પણ સ્કેમર આપને એવું કહીને જાળમાં ફસાવે છે કે પૈસા મેળવવા માટે આને સ્કેન કરો. આ જ સૌથી મોટું જુઠાણું છે જ્યાંથી ખેલ શરુ થાય છે. હકીકતમાં કોઈ પાસેથી પૈસા રિસીવ કરવા માટે ક્યારેય QR કોડ સ્કેન કરવા અથવા PIN નાખવાની જરૂર રહેતી નથી. સ્કેમર્સ હંમેશા OLX જેવી સાઈટ પર ખરીદદાર બનીને આપને કોલ કરે છે અને એડવાન્સ પેમેન્ટના નામ પર એક QR કોડ મોકલે છે, જેવું તમે તેને સ્કેન કરી આપનો UPI પિન નાખો છો, પૈસા આપના ખાતામાં આવવાની જગ્યા કપાઈ જાય છે. એટલું જ નહીં, અમુક QR કોડ લોકોને નકલી પેમેન્ટ એપ અથવા અજીબ વેબસાઈટ પર પણ લઈ જાય છે. અમુક કિસ્સામાં QR કોડ સ્કેન કરતા જ ફોનમાં વાયરસ અથવા મેલવેયર પણ જાય છે. તેનાથી આપની પ્રાઈવસીને પણ ખતરો થાય છે.

આ જગ્યા પર સ્કેમર્સની હોય છે નજર

સ્કેમર્સ ખાસ નાની લેવડદેવડવાળી જગ્યાને ટાર્ગેટ બનાવે છે, અહીં તેઓ ફેક QR કોડ આરામથી લગાવે છે. તેમાં મોટા ભાગે પાર્કિંગની રસીદ, પબ્લિક શૌચાલય અથવા ચા-નાસ્તાની દુકાન હોય છે. કેમ કે અહીં લોકો વિચારે છે કે 20-30 રૂપિયા જ આપવાના છે, શું ફરક પડશે. આ જ બેદરકારી બાદમાં ભારે નુકસાન કરાવે છે.

કેવી રીતે સુરક્ષિત રહેશો

સાઈબર એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા કિસ્સામાં થોડી સાવધાનીથી મોટી નુકસાનીથી બચી શકાય છે. જો તમે તેનાથી બચવા માગો છો તો નીચે આપેલી વાતો પર ધ્યાન આપો.

  • હંમેશા યાદ રાખો કે પૈસા લેવા માટે કોઈ QR કોડ અથવા પિનની જરૂર પડતી નથી. જો કોઈ આપને પૈસા મોકલવા માટે સ્કેન કરવા કહે તો સમજી જાવ કે તે ફ્રોડ છે.
  • અજાણ્યા નંબરથી આવેલી કોઈ પણ લિંક અથવા કોડ પર ક્લિક ન કરો.
  • જ્યારે પણ QR કોડ સ્કેન કરો, તો સ્ક્રીન પર આવતા નામને એક વાર દુકાનદારને જરૂરથી પૂછો.
  • તમારો UPI પિન, OTP અથવા પાસવર્ડ કોઈને પણ ન બતાવો. પછી તે બેન્કનો માણસ પણ કેમ ન હોય.

જો સ્કેમ થઈ જાય તો શું કરવું?

જો આપની સાથે કોઈ સાઈબર ફ્રોડ થઈ જાય છે તો તરત 1930 નંબર પર કોલ કરો, આ ઉપરાંત તમે www.cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો. યાદ રાખો, મોડું કરશો તો પૈસા પાછા મળવાની સંભાવના ઓછી થઈ જાય છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *