T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, પાકિસ્તાન સરકારના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

T20 વર્લ્ડ કપ 2026માં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, પાકિસ્તાન સરકારના નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love


Final Up to date:

ICC ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને રમવા માટે લીલીઝંડી મળી ગઈ છે. પરંતુ પાકિસ્તાનની સરકારે ભારત સાથે મેચ રમવાથી ઇનકાર કરી દીધો છે.

ભારત સામે નહીં રમે પાકિસ્તાન
ભારત સામે નહીં રમે પાકિસ્તાન

નવી દિલ્હી: ICC ટી20 વર્લ્ડ કપમાં પાકિસ્તાને રમવા માટે લીલીઝંડી મળી ગઈ છે. પરંતુ પાકિસ્તાનની સરકારે ભારત સાથે મેચ રમવાથી ઇનકાર કરી દીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ વર્લ્ડ કપની મેચ રમાવાની હતી. નોંધનીય છે 7 ફેબ્રુઆરીએથી શરૂ ટી20 વર્લ્ડ કપ શરૂ થવાનો છે, પરંતુ એ પહેલા જ પાકિસ્તાન સરકારે મોટો નિર્ણય લીધો છે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમે આગામી ટી20 વર્લ્ડ કપ 2026માં ભાગ લેવાની મંજૂરી મળી ગઈ છે. જે 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનાર હતી. પાકિસ્તાન સરકારે સ્પષ્ટ કર્યું છે કે, સલમાન અલી આગાની આગેવાનીમાં ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે યોજનાર ગ્રુપ Aની મેચમાં મેદાને ઉતરશે નહીં.

article_image_1

T20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ એક મહિના પહેલાંથી જ વિવાદોમાં ફસાઈ છે. ગયા મહિને BCCIના કહેવા પર જ્યારે મુસ્તાફિઝુર રહેમાનને KKRએ પોતાના સ્ક્વોડમાંથી રિલીઝ કર્યો હતો, ત્યારે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ભારે નારાજ થઈ ગયું હતું. આ પછી બાંગ્લાદેશ બોર્ડે પોતાની ટીમને ભારત મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. BCBએ માગણી કરી હતી કે બાંગ્લાદેશના મેચ શ્રીલંકામાં આયોજિત કરવામાં આવે. જોકે ICCએ આ માગણી સ્વીકારી નહોતી, જેના કારણે બાંગ્લાદેશે વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો.

આ સમગ્ર વિવાદ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ બાંગ્લાદેશના સમર્થનમાં જોવા મળ્યું હતું. પાકિસ્તાને પણ બાંગ્લાદેશના મેચ શ્રીલંકામાં યોજવાની માગણીને સમર્થન આપ્યું હતું. હવે પાકિસ્તાન સરકારના આ પગલાથી એક વાર ફરી T20 વર્લ્ડ કપ વિવાદોમાં ફસાયો છે. ઉલ્લેખનીય છે કે ભારત અને પાકિસ્તાન છેલ્લા ઘણા વર્ષોથી બાયલેટરલ સિરીઝ રમતા નથી. બંને ટીમો ફક્ત ICC અને ACC ટૂર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે. પરંતુ આ ICC ટૂર્નામેન્ટમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા નહીં મળે. ખાસ વાત એ છે કે ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપ 2026ના એક જ ગ્રુપમાં સામેલ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *