જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો, પોલીસે વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન

જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો, પોલીસે વેશપલટો કરીને પાર પાડ્યું ઓપરેશન

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

Jamnagar Double homicide Case: જામનગર પોલીસે 20 વર્ષથી ફરાર ડબલ મર્ડર કેસના આરોપીને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) મારફતે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપી જીતેન ઉર્ફે જીતુ રમેશચંદ્ર ગુપ્તાએ પોતાનું નામ બદલીને પવન કુમાર રાખી 20 વર્ષ સુધી ઓળખ છુપાવી હતી.

જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો
જામનગર ચકચારી ડબલ મર્ડર કેસનો આરોપી 20 વર્ષે ઝડપાયો

જામનગર: જામનગર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે છેલ્લા 20 વર્ષથી ફરાર ડબલ મર્ડરનો આરોપી ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. કાયદો મોડો પણ ગુનેગાર સુધી ચોક્કસ પહોંચે જ છે, તે વાત જામનગર પોલીસે સાબિત કરી દીધી છે. વર્ષ 2006માં જામનગરને હચમચાવી દેનાર ચકચારી ડબલ મર્ડર કેસનો મુખ્ય આરોપી, કે જે છેલ્લા 20 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો, તેને આખરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાંથી ફિલ્મી ઢબે દબોચી લીધો છે.

વર્ષ 2006માં જામનગર શહેરના ધમધમતા વિસ્તાર અંબર સિનેમા પાસે આવેલા પંચરત્ન કોમ્પ્લેક્સમાં લોહિયાળ જંગ ખેલાયો હતો. આ હુમલામાં આલા કમાભાઈ મોરી (રબારી) અને મહેશચંદ્ર અગ્રવાલ નામના બે વ્યક્તિઓની કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ જીવલેણ હુમલામાં ગૌરાંગ મોદી અને મિલન મોદી ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી.

ઓળખ છુપાવી 20 વર્ષ સુધી પોલીસને હંફાવી

આ કેસનો મુખ્ય આરોપી જીતેન ઉર્ફે જીતુ રમેશચંદ્ર ગુપ્તા મૂળ ઉત્તર પ્રદેશના અજીતમલનો વતની હતો. હત્યાકાંડને અંજામ આપ્યા બાદ તે જામનગર છોડી નાસી છૂટ્યો હતો. પોતાની ધરપકડ ટાળવા માટે તેણે ઉત્તર પ્રદેશમાં પોતાનું નામ બદલીને ‘પવન કુમાર’ રાખી લીધું હતું. આરોપી ત્યાં સામાન્ય નાગરિકની જેમ રહેતો હતો, જેથી કોઈને શંકા ન જાય. અગાઉ પણ પોલીસની ટીમો અને ત્યાંની STF તેને પકડવા માટે નિષ્ફળ રહી હતી.

ન્યાયની આશા છોડી ચૂકેલા ફરિયાદી મિલન મોદીની રજૂઆત બાદ, રેન્જ આઈજી અશોકકુમાર યાદવે આ કેસને ગંભીરતાથી લઈ ફરી તપાસના આદેશ આપ્યા હતા. આ માટે PI પી. પી. ઝા અને સિટી બી ડિવિઝનના સ્ટાફ સાથેની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી હતી. ટીમે 20 વર્ષ જૂના કેસના કાગળો ખોલ્યા, હ્યુમન ઇન્ટેલિજન્સ અને આધુનિક ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી આરોપીની કુંડળી મેળવવાનું શરૂ કર્યું.

વેશપલટો કરીને ‘ઓપરેશન અજીતમલ’ પાર પાડ્યું

તપાસ બાદ પોલીસને બાતમી મળી હતી કે આરોપી અજીતમલ ગામમાં એક મંદિર પાસે ઓળખ છુપાવીને રહે છે. પોલીસ ટીમે બે દિવસ સુધી વેશપલટો કરીને આરોપીની અવરજવર પર નજર રાખી હતી. જ્યારે ખાતરી થઈ ગઈ કે ‘પવન કુમાર’ એ જ જીતેન ગુપ્તા છે, ત્યારે પોલીસે ઓચિંતો દરોડો પાડી તેને ફિલ્મી ઢબે દબોચી લીધો હતો. બે દાયકા જૂના વણઉકેલાયેલા કેસના આરોપીને પકડવા બદલ જામનગર પોલીસની રાજ્યભરમાં વાહવાહી થઈ રહી છે. આરોપીની ધરપકડથી વર્ષો બાદ પીડિત પરિવારને ન્યાયની આશા જાગી છે. હાલ પોલીસ આરોપીને જામનગર લાવી કોર્ટમાં રિમાન્ડની માગણી સાથે રજૂ કર્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *