Final Up to date:
વડોદરા મકરપુરા હવેલી ફ્લેટમાં 20 વર્ષીય યુવતીએ છત પરથી છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું છે, જે ઘટનાના CCTV ફૂટેજ હાલ સામે આવ્યા છે. ત્યારે પોલીસે પણ બનાવ અંગે તપાસ ચાલું કરી છે.
વડોદરા: શહેરના મકરપુરા વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે, જ્યાં હવેલી ફ્લેટમાં રહેતી 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી મોતની છલાંગ લગાવી છે. યુવતીના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે, ત્યારે હાલ આ ગંભીર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચતા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા હવેલી ફ્લેટમાં રહેતી આ 20 વર્ષીય યુવતીએ બિલ્ડિંગની છત પરથી પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું છે, જે ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જુવાન દીકરીના આ પ્રકારના અંતિમ પગલાથી પરિવાર સહિત આસપાસના રહીશોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ સામે આવ્યા છે, જે અત્યંત વિચલિત કરનારા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે યુવતી બિલ્ડિંગના ટેરેસ તરફ જઈ રહી છે. ટેરેસ પર ગયાની ગણતરીની મિનિટોમાં જ તેણે મોતની છલાંગ લગાવી દીધી હતી. સીસીટીવીમાં કેદ થયેલી આ ક્ષણો અત્યારે તપાસનો મુખ્ય વિષય બની છે.
ઘટનાની જાણ થતા જ મકરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઘટનાસ્થળેથી કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ મળી આવી નથી. ત્યારે યુવતીએ કયા કારણોસર આટલું ભયાનક પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. જેથી પોલીસ અત્યારે પરિવારના સભ્યો અને ફ્લેટના અન્ય રહીશોની પૂછપરછ કરી રહી છે જેથી આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાય.
હાલ આશાસ્પદ યુવતીના અકાળે અવસાનને પગલે હવેલી ફ્લેટ અને મકરપુરા વિસ્તારમાં માતમ છવાયો છે. યુવતીના આ પગલાથી આસપાસના સૌ લોકો સ્તબ્ધ થઈ છે. ત્યારે મકરપુરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને પોલીસ યુવતીના મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરી શકે છે જેથી આગામી સમયમાં યુવતીએ શા માટે આ રીતે મોતને વહાલું કર્યું તે અંગેનું સત્ય બહાર આવશે.
Vadodara,Gujarat

