India America Commerce Deal : ભારતના વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે મંગળવારે કહ્યું કે અમેરિકા સાથેના ટ્રેડ ડીલમાં પશુપાલન, કૃષિ અને ડેરી સેક્ટરના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ટ્રેડ ડીલ્સથી ગરીબો, માછીમારો, ખેડૂતો અને યુવાનો માટે મોટી તકોનું સર્જન કરશે.
પીયૂષ ગોયલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે હું સંસદમાં આ ડીલ વિશે બોલવા માંગતો હતો, પરંતુ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવેલા ખરાબ માહોલના કારણે તે કરી શક્યો નહીં.
કૃષિ અને ડેરીને સુરક્ષિત રાખવામાં આવ્યા
પીયૂષ ગોયલે કહ્યું કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ્સમાં ભારતની અર્થવ્યવસ્થાના સંવેદનશીલ ક્ષેત્રો, ખાસ કરીને કૃષિ અને ડેરીને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. અમે આખા દેશમાંથી રિપોર્ટ જોયા છે, ચારે તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તેમણે કહ્યું કે પીએમ મોદીએ હંમેશા કૃષિ અને ડેરી ક્ષેત્રને પ્રોત્સાહન આપ્યું છે, તેમના હિતોનું રક્ષણ કર્યું છે અને આ ક્ષેત્રના લોકો માટે ઉજ્જવળ ભવિષ્ય અને વિપુલ તકો સુનિશ્ચિત કરવા માટે સતત કામ કર્યું છે.
આ પણ વાંચો – વિપક્ષના 8 સાંસદ બજેટ સત્ર માટે સસ્પેન્ડ, સ્પીકરના આસન પર ફેંક્યા હતા કાગળો
ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક સારો સંકેત
વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે કહ્યું કે ભારતને તેના હરીફો કરતા વધુ સારી ટ્રેડ ડીલ મળી છે. આવું પીએમ નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના પર્સનલ સંબંધોને કારણે આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે અમેરિકા સાથેની આ ટ્રેડ ડીલ ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે સારો સંકેત છે.
