Final Up to date:
જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એક સાથે કામ કરે છે, તો તેનાથી આપણા લોકોને ફાયદો થાય છે અને આપસી ફાયદાવાળા સહયોગ માટે ઘણા બધા અવસરો ખુલે છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય વેપારના મોરચે ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક ઉપલબ્ધિઓવાળો રહ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ખુશખબર આપી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની શાનદાર વાતચીત થઈ, જે બાદ અમેરિકાએ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ પર લાગતા ટેરિફને ઘટાડી 18 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ ઘોષણા એવા સમયે આવી છે, જ્યારે દુનિયાભરની નજર ભારત-અમેરિકા ટ્રેડ રિલેશન પર ટકેલી છે. પીએમ મોદીએ 140 કરોડ ભારતીય તરફથી પોતાના ખાસ દોસ્ત ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો છે.
જ્યારે બે મોટી અર્થવ્યવસ્થાઓ અને દુનિયાના સૌથી મોટા લોકતંત્ર એક સાથે કામ કરે છે, તો તેનાથી આપણા લોકોને ફાયદો થાય છે અને આપસી ફાયદાવાળા સહયોગ માટે ઘણા બધા અવસરો ખુલે છે. વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નેતૃત્વ ખૂબ જ જરૂરી છે. ભારત શાંતિ માટે તેમના પ્રયાસોનું સંપૂર્ણ સમર્થન કરે છે. હું આ પાર્ટનરશિપને નવી ઊંચાઈ પર લઈ જવા માટે તેમની સાથે મળીને કામ કરવા માટે ઉત્સુક છું.
Fantastic to talk with my expensive buddy President Trump in the present day. Delighted that Made in India merchandise will now have a diminished tariff of 18%. Massive because of President Trump on behalf of the 1.4 billion individuals of India for this glorious announcement.
When two massive economies and the…
— Narendra Modi (@narendramodi) February 2, 2026
આપને જણાવી દઈએ કે, સૌથી પહેલા ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી વાતચીતની જાણકારી આપી. પણ તેમણે વાતચીતની ડિટેલ્સ શેર કરી નહીં. તો વળી તરત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પીએમ મોદી સાથેની વાતચીતનું વિવરણ શેર કર્યું, તેમણે ટેરિફ ઘટાડી 18 ટકા કરવાની જાણકારી પણ તેમાં શેર કરી.
ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે અમેરિકા અને ભારતની વચ્ચે પારસ્પરિક ટેરિફમાં પણ બદલાવ પર સહમતિ બની છે. જે અંતર્ગત અમેરિકાએ ભારતીય સામાન પર લાગેલો ટેરિફ 25 ટકાથી ઘટાડી 18 ટકા કરી દીધો છે. અને તે ભારત સાથે સમાન રીતે ટેરિફ અને બિન ટેરિફ અડચણોને શૂન્ય કરવાની દિશામાં પણ આગળ વધશે.
Feb 03, 2026 12:00 AM IST

