India vs New Zealand Stay Rating, fifth T20 : પાંચમી ટી20 મેચમાં ભારતે આપેલા 272 રનના પડકાર સામે ન્યૂઝીલેન્ડે 16 ઓવરમાં 8 વિકેટે 180 રન બનાવી લીધા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
ન્યૂઝીલેન્ડ : ટિમ શીફર્ટ, ફિન અલેન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકોબ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલે જેમિસન, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.
-
Jan 31, 2026 22:16 IST
Ind vs NZ fifth T20I Stay : ડેરિલ મિચેલ આઉટ
બેવોન જેકોબ્સ 7, કાયલે જેમિસન 9 અને ડેરિલ મિચેલ 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 26 રને આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 180 રને આઠમી વિકેટ ગુમાવી.
-
Jan 31, 2026 21:53 IST
Ind vs NZ fifth T20I Stay : ફિન અલેન 80 રને આઉટ
ફિન અલેન 38 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 80 રને અક્ષર પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. રચિન રવિન્દ્ર 17 બોલમાં 2 ફોર અને 2 સિક્સર સાથે 30 રને અને મિચેલ સેન્ટનર ખાતું ખોલાયા વિના અર્શદીપનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 137 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Jan 31, 2026 21:25 IST
Ind vs NZ fifth T20I Stay : ફિન અલેનની અડધી સદી
ટિમ શિફર્ટ 3 બોલમાં 1 ફોર સાથે 5 રન બનાવી અર્શદીપ સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. આ પછી ફિન અલેને બાજી સંભાળી આક્રમક બેટિંગ કરતા 22 બોલમાં 7 ફોર અને 3 સિક્સર સાથે અડધી સદી ફટકારી.
-
Jan 31, 2026 20:51 IST
Ind vs NZ fifth T20I Stay : ન્યૂઝીલેન્ડને 272 રનનો પડકાર
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20 મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 271 રન બનાવી લીધા છે. ન્યૂઝીલેન્ડને 272 રનનો પડકાર મળ્યો છે. ઇશાન કિશનના 43 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે 103 રન. હાર્દિક પંડ્યાના 17 બોલમાં 1 ફોર અને 4 સિક્સર સાથે 42 રન.
-
Jan 31, 2026 20:24 IST
Ind vs NZ fifth T20I Stay : ઇશાન કિશનની 42 બોલમાં સદી
ઇશાન કિશને 42 બોલમાં 6 ફોર અને 10 સિક્સર સાથે સદી ફટકારી. ભારતે 15.4 ઓવરમાં 200 રન પુરા કર્યા. આ પહેલા સૂર્યકુમાર યાદવ 30 બોલમાં 4 ફોર અને 6 સિક્સર સાથે 63 રને આઉટ થયો હતો.
-
Jan 31, 2026 20:02 IST
Ind vs NZ fifth T20I Stay : ઇશાન કિશનની અડધી સદી
ઇશાન કિશને 28 બોલમાં 3 ફોર અને 4 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 12.4 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-
Jan 31, 2026 19:47 IST
Ind vs NZ fifth T20I Stay : ભારતના 100 રન
ભારતના 10 ઓવરમાં 2 વિકેટે 102 રન. ઇશાન કિશન 39 અને સૂર્યકુમાર યાદવ 27 રને રમતમાં છે. ભારતે 9.5 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
-
Jan 31, 2026 19:35 IST
Ind vs NZ fifth T20I Stay : અભિષેક શર્મા આઉટ
અભિષેક શર્મા 16 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 30 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં બોલ્ડ થયો. ભારતે 48 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jan 31, 2026 19:17 IST
Ind vs NZ fifth T20I Stay : સેમસન 6 રને આઉટ
સંજુ સેમસન ફરી એક વખત ફ્લોપ રહ્યો છે. તે 6 બોલમાં 1 ફોર સાથે 6 રન બનાવી ફર્ગ્યુસનની ઓવરમાં કેચ આઉટ થયો. ભારતે 31 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jan 31, 2026 18:41 IST
Ind vs NZ fifth T20I Stay : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ટિમ શીફર્ટ, ફિન અલેન, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવોન જેકોબ્સ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), કાયલે જેમિસન, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, જેકોબ ડફી.
-
Jan 31, 2026 18:39 IST
Ind vs NZ fifth T20I Stay : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ.
-
Jan 31, 2026 18:35 IST
Ind vs NZ fifth T20I Stay : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ તિરુવનંતપુરમમાં રમાઇ રહી છે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 3-1થી આગળ છે.
-
Jan 31, 2026 17:49 IST
Ind vs NZ fifth T20I Stay : ભારત વિ ન્યૂઝીલેન્ડ પાંચમી ટી 20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી 20 શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ બુધવારે તિરુવનંતપુરમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. ભારત શ્રેણીમાં 3-1થી આગળ છે.
