ગીર સોમનાથ જિલ્લાના એક 60 વર્ષીય ખેડૂતે દીપડાને મારી નાખ્યો. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં દીપડાએ તેના પર હુમલો કર્યા પછી, ખેડૂતે પોતાને અને પોતાના પુત્રને બચાવવા માટે દાતરડા અને ભાલાથી દીપડાને ખેલ ખતમ કરી નાખ્યો. હુમલા બાદ ખેડૂત બાબુ વાજા અને તેના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ખેડૂતે દીપડાનો ખેલ ખતમ કર્યો
વન અધિકારીઓએ દીપડાને મારવા બદલ ખેડૂત સામે કેસ દાખલ કર્યો છે. આ જીવલેણ ઘટના બુધવારે રાત્રે બની હતી જ્યારે બાબુ વાજા જિલ્લા મુખ્યાલય વેરાવળથી લગભગ 100 કિલોમીટર દૂર ગંગડા ગામની સીમમાં તેના ઘરના ઓટલા પર આરામ કરી રહ્યા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એલ.બી. ભરવાડે જણાવ્યું હતું કે નજીકના ખેતરોમાંથી એક દીપડો નીકળ્યો અને કોઈપણ ઉશ્કેરણી વિના વાજા પર હુમલો કર્યો હતો.
ફોનમાં દેખાય છે 5G છતા નેટવર્ક નથી આવતું તો કરો આ સેટિંગ્સ, રોકેટની સ્પીડથી ચાલશે ઈન્ટરનેટ
બાબુ વાજાના જણાવ્યા મુજબ, દીપડાએ તેનો હાથ પકડી લીધો અને તેને ખેંચવાનું શરૂ કર્યું. બાબુ વાજાએ ઉના શહેરની એક હોસ્પિટલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “મારી ચીસો સાંભળીને મારો દીકરો શાર્દુલ મને બચાવવા દોડ્યો. જોકે દીપડાએ તેના પર હુમલો કરીને તેને ઘાયલ કર્યો. જ્યારે મેં શાર્દુલને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે દીપડાએ ફરીથી મારા પર હુમલો કર્યો. થોડીવારમાં તેણે અમારા પર ઘણી વાર હુમલો કર્યો.”
અધિકારીઓએ શું કહ્યું?
અધિકારીઓએ કહ્યું કે બંનેના હાથ અને કપાળમાં ઈજા થઈ હતી. ખેડૂતે કહ્યું કે તેણે વરંડામાં રાખેલા દાતરડું અને ભાલો ઉપાડ્યો અને દીપડાને મારવામાં સફળ રહ્યા. ઘટનાની માહિતી મળ્યા પછી રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. રેન્જ ફોરેસ્ટ ઓફિસરે કહ્યું, “અમે ખેડૂત દ્વારા પ્રાણીને મારવા માટે ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબજે કર્યા છે. અમે દીપડાને મારવા બદલ ખેડૂત સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.”
