ડોક્ટરોના જણાવ્યા મુજબ, જો સ્તનમાં કોઈ નવી ગાંઠ, જાડાપણું, નિપ્પલનું અંદરની તરફ જવું, નિપ્પલમાંથી અસામાન્ય ડિસ્ચાર્જ, ત્વચામાં ખાડા પડવા, લાલાશ, આકારમાં ફેરફાર અથવા કોઈ એક જગ્યાએ લાંબા સમય સુધી દુખાવો રહેતો હોય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. એ જરૂરી નથી કે, દરેક ગાંઠ કેન્સર જ હોય. ઘણા કિસ્સાઓમાં તે હોર્મોનલ ફેરફારો, સિસ્ટ અથવા સામાન્ય સમસ્યા પણ હોઈ શકે છે. પરંતુ જો કોઈ ફેરફાર યથાવત રહે અથવા ધીમે ધીમે વધતો જાય, તો તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે.

