જેતપુરમાં એક જ રાતમાં 8 કારખાનાના તાળા તૂટ્યા

જેતપુરમાં એક જ રાતમાં 8 કારખાનાના તાળા તૂટ્યા

જ્યોતિષશાસ્ત્ર ASTROLOGY
Spread the love



રાજકોટના જેતપુરમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ એક જ રાતમાં 8 કારખાનાના તાળા તોડ્યા. જેતલસર વિસ્તારમાં કારખાનાઓમાં તસ્કરો ત્રાટકતા ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો છે. ચોરોએ એકસાથે 8 કારખાનાઓમાં ધાડ પાડી. હજારોની રોકડ રકમ અને અન્ય કિંમતી સામગ્રીની ચોરી કરી. ચોર આટલેથી જ ન અટક્યા, બહાર પાર્ક કરેલી એક બાઈક પણ ઉઠાવીને ફરાર થઈ ગયા. કારખાનામાં લાગેલા CCTVમાં ચોરના આંટાફેરા કેદ થઈ ગયા છે. ફૂટેજના આધારે જેતપુર તાલુકા પોલીસ અને LCBની ટીમે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો ઉદ્યોગપતિઓએ પોલીસ પાસે રાત્રિ પેટ્રોલિંગ વધારવા માંગ કરી છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *