રાજકોટના ઉપલેટાના જામ ટીંબડીમાં છેલ્લા 7 મહિનાથી ચાલતા અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે. 4000 કિલો અનાજ ગાયબ થતા તંત્ર પણ દોડતું થયું છે. ગામમાં આવેલી સસ્તા અનાજની દુકાન સામે ગ્રામજનોનો રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક મહિલાઓનો આક્ષેપ છે કે સંચાલકો અનાજ પર ફાકી ખાઈને થૂંકે છે. એટલું જ નહીં, અનાજ માંગવા જાય તો તોછડાઈ કરે છે અને બારોબાર કાળાબજારમાં વેચી દે છે. સ્થાનિકોનો રોષ જોતા આખરે મામલતદારની પુરવઠા ટીમ ત્રાટકી અને તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. રેકોર્ડ મુજબના સ્ટોક કરતા અંદાજે 4 હજાર કિલો અનાજ ઓછું મળી આવ્યું. નાયબ મામલતદારે સ્થળ પર જ દુકાન સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરી. સરપંચ અને ગ્રામજનોની એક જ માંગ છે કે ગરીબોના હકનું અનાજ ખાઈ જનારનું લાયસન્સ કાયમી રદ કરવામાં આવે અને નવા ઈમાનદાર સંચાલકની નિમણૂક કરવામાં આવે.
Source link
