ગાંધીધામના એક ખુલ્લા નાળામાં રીક્ષા ખાબકતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. શહેરના શિવાજી પાર્ક વિસ્તારમાં આવેલ પ્રશાંત હોટલ પાસે નાળાની કામગીરી કરવામાં આવી રહી છે. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા નાળા નજીક કોઈ બેરિકેટ નહીં લગાવતા આ દુર્ઘટના વધતા કોન્ટ્રાક્ટરની આ બેદરકારી સામે લોકોમાં રોષ ફેલાયો હતો. નાળામાં ખાબકેલી રિક્ષાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link
