Mahindra Thar Roxx Star Version Launched : મહિન્દ્રાએ ભારતમાં પોતાની ન્યૂ થાર રોક્સ સ્ટાર એડિશન લોન્ચ કરી છે. કંપનીએ તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 16.85 લાખ નક્કી કરી છે. થાર રોક્સ રેન્જ એક પ્રીમિયમ એડિશન તરીકે રજૂ કરાયેલ STAR EDN માં ખાસ એક્સટીરિયર અને ઇન્ટીરિયર અપડેટ્સ સાથે આવે છે. પાવરટ્રેન ઓપ્શન પહેલા જેવા જ છે. કંપનીના જણાવ્યા અનુસાર થાર રોક્સ સ્ટાર એડિશનનો તે ગ્રાહકો માટે છે જે વધારે એક્સક્લૂસિવ અને સ્ટાઇલિશ SUV અનુભવ ઇચ્છે છે. થાર રોક્સ રેન્જ સૌપ્રથમ 2024 માં રજૂ કરવામાં આવી હતી.
થાર રોક્સ સ્ટાર એડિશનના મુખ્ય અપગ્રેડમાં સ્વેડ એક્સેન્ટ સાથે ઓલ-બ્લેક લેધરેટ સીટ, પિયાનો-બ્લેક ગ્રિલ અને પિયાનો-બ્લેક એલોય વ્હીલ્સનો સમાવેશ થાય છે. આ SUV ચાર કલર ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. જેમાં સિટ્રિન યલો, ટેંગો રેડ, એવરેસ્ટ વ્હાઇટ અને સ્ટીલ્થ બ્લેક સામેલ છે.
મહિન્દ્રા થાર રોક્સ સ્ટાર એડિશન ફિચર્સ
તેમાં સ્યુડે એક્સેન્ટ સાથે ઓલ-બ્લેક લેધરેટ સીટો, ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ, સ્લાઇડિંગ આર્મરેસ્ટ, મલ્ટી-પોઇન્ટ રિક્લાઇન સાથે 60:40 સ્પ્લિટ રીઅર સીટો, સંપૂર્ણપણે ઓટોમેટિક તાપમાન કંટ્રોલ, ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ ORVM, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, ટાયર ડિરેક્શન મોનિટરિંગ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, 26.03 cm HD ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 26.03 cm HD ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.
આ કારમાં એડ્રેનોક્સ કનેક્ટેડ કાર ટેકનોલોજી સાથે એલેક્સા બિલ્ટ-ઇન અને 83 કનેક્ટેડ ફીચર્સ, એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે (વાયર્ડ અને વાયરલેસ), સરાઉન્ડ-વ્યૂ કેમેરા, 9-સ્પીકર કસ્ટમ-ટ્યુન્ડ હરમન કાર્ડન ક્વોન્ટમ લોજિક પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ, એપ્રોચ અનલોક અને વોક-અવે લોક, 5-સ્ટાર ભારત NCAP રેટિંગ માટે એન્જિનિયર્ડ, 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
આ પણ વાંચો – ડિસેમ્બર 2025માં બેસ્ટ સેલિંગ ટોપ 10 ટુ વ્હીલર
સેફ્ટી માટે તેમાં આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર, પાછળના પાર્કિંગ કેમેરા, ઓટો-ડિમિંગ IRVM, ઇમ્પેક્ટ-સેન્સિંગ ઓટો ડોર અનલોક, ઇમોબિલાઇઝર, ઇ-કોલ અને SOS, નવી પિયાનો-બ્લેક ફિનિશ ગ્રિલ, R19 પિયાનો-બ્લેક એલોય વ્હીલ્સ, પેનોરેમિક સનરૂફ (સ્કાયરૂફ), DRL સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED ટેલ લેમ્પ્સ, LED ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, Gen-II એડવેન્ચર સ્ટેટિસ્ટિક્સ, XPLOR સિલેક્ટેબલ ટેરેન મોડ્સ અને બ્રેક-લોકિંગ ડિફરન્શિયલ આપવામાં આવેલ છે.
એન્જિનમાં કોઈ ફેરફાર નથી
મેકેનિકલી રીતે તેમાં કોઈ ફેરફાર કરાયો નથી. થાર રોક્સ સ્ટાર એડિશનમાં પહેલાની જેમ 2.0-લિટર TGDi mStallion પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 130 kW અને 380 Nm પાવર જનરેટ કરે છે. જ્યારે 2.2-લિટર mHawk ડીઝલ એન્જિન પણ ઉપલબ્ધ છે, જે 128.6 kW અને 400 Nm પાવર ઉત્પન્ન કરે છે. બધા વેરિઅન્ટ રીઅર-વ્હીલ-ડ્રાઇવ સેટઅપ સાથે આવે છે.
મહિન્દ્રા થાર રોક્સ સ્ટાર એડિશનની કિંમત
મહિન્દ્રા થાર રોક્સ સ્ટાર એડિશનને 16.85 લાખ રુપિયયાની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમતે ઓફર કરવામાં આવે છે. D22 ડીઝલ MT વેરિઅન્ટની કિંમત ₹16.85 લાખ છે, જ્યારે D22 ડીઝલ ATની કિંમત 18.35 લાખ રુપિયા છે. પેટ્રોલ વેરિઅન્ટની વાત કરીએ તો G20 TGDi AT વેરિઅન્ટની કિંમત ₹17.85 લાખ છે, જ્યારે મેન્યુઅલ પેટ્રોલ વેરિઅન્ટ ઉપલબ્ધ નથી. બધા વેરિઅન્ટ રીઅર-વ્હીલ-ડ્રાઇવ કન્ફિગરેશન સાથે આવે છે.
