Final Up to date:
ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે આ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગાંધીનગર રામકથા મેદાનમાં અલ્પેશ ઠાકોર શક્તિપ્રદર્શન, પહેલા વ્યસન મુક્તિ અભિયાન હવે સમાજ શિક્ષણની સંકલ્પના !
ગાંધીનગર: આગામી દિવસોમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના યોજવાની છે. એક તરફ ભાજપે ગ્રાઉન્ડમાં પ્રચર માટે તાજેતરમાં આવેલા VB જી રામજી બિલ પ્રચાર સાથે ગ્રાઉન્ડ મજબૂત કરવા રણનીતિ બનાવી છે. જેમાં ભાજપના ધારાસભ્યો-સાંસદો સહિત એક્ટિવ બનવા પ્રયાસ કર્યો છે. ત્યારે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અને ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર ગાંધીનગરમાં 26મી જાન્યુઆરીએ મોટા સંમેલનનું આયોજન કર્યું છે. જે 26મી જાન્યુઆરી રાત્રિએ મોડી રાત્રે શરૂ થશે અને 27મી જાન્યુઆરીના રોજ વહેલી સવારે પૂર્ણ થશે.
ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાન ખાતે આ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઠાકોર સેનાનું આ સંમેલન વહેલી સવારે 3 વાગ્યે યોજાનાર હોવાથી સામાજિક અને રાજકીય વર્તુળોમાં ભારે કુતૂહલ અને ચર્ચાઓ જાગી છે. મહાસંમેલનમાં અંગે વાત કરતા ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકો રે જણાવ્યું હતું કે, ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અમારું 26મી જાન્યુઆરીના રાત્રિએ રોજ અભ્યુદય નામે એક વિશાળ સામાજિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ ગાંધીનગર ખાતે યોજાયેલી એક બેઠકમાં રાજ્યભરમાંથી 500થી વધુ હોદ્દેદારો અને 1000થી વધુ સ્વયંસેવકો હાજર રહ્યા ત્યારે યોજાયેલી બેઠકમાં આગામી એક વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સામાજિક સુધારણા, વ્યસનમુક્તિ અને રાજકીય પ્રતિનિધિત્વ પર મુખ્ય ભાર મૂકવામાં આવ્યો છે.
છેલ્લા 10-15 વર્ષમાં ઠાકોર સમાજમાં શિક્ષણનું સ્તર વધ્યું છે. રાજ્ય સરકારે બજારના 50 ટકા ભાવે અડાલજ પાસે ઠાકોર સમાજને શૈક્ષણિક ધામ માટે જગ્યા આપી છે. અમે ઊંઘી નથી ગયા અમે જાગીએ છીએ એ સંદેશ આપવા માટે અડધી રાત્રે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. આ શૈક્ષણિક ઉત્થાન માટેનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઠાકોર સમાજના રાજ્યના 7 હજાર ગામડાઓથી મારા સમાજના યુવાનો જોડવાના છે. જેમાં ઠાકોર સમાજ કુરિવાજો અને બદીઓથી મુક્ત થવા જઈ રહ્યો છે. અને સરસ્વતી ધામ શૈક્ષણિક સંકુલમાં બે હજાર વિદ્યાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા તરફ આગળ વધશે.
આ ભવન માટે 10 વર્ષથી નીચેની વયના 11 દીકરી-દીકરાઓ ભવનનું ભૂમિ પૂજન કરશે. વિકાસ ઝંખતો સમાજ વર્ષો પછી જાગ્યો છે. અન્ય સમાજ સાથે સ્પર્ધા કે ઈર્ષ્યા નથી અમે એમનામાંથી પ્રેરણા લઈ રહ્યા છીએ, જાહેર જીવનમાં થતા કાર્યક્રમો શક્તિ પ્રદર્શન નથી.અમે સમાજ ઉત્થાન માટે નીકળ્યા છીએ. આ સંમેલનનું રાજકીય અવલોકન ના કરવામાં આવે છે.આ કાર્યક્રમ અને મંત્રી મંડળને સાથે જોડવામાં ના આવે તેવી અપીલ પણ કરી હતી. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ઠાકોર સમાજનું મોટું સંમેલન યોજાઇ રહ્યું છે.
Gandhinagar,Gujarat

