India vs New Zealand Reside Rating, 2nd T20 : સૂર્યકુમાર યાદવના અણનમ 82 અને ઇશાન કિશનના 76 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી લીધા છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ : ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ, મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.
-
Jan 23, 2026 22:37 IST
Ind vs NZ 2nd T20I Reside : બીજી ટી 20માં ભારતનો 7 વિકેટે વિજય
સૂર્યકુમાર યાદવના અણનમ 82 અને ઇશાન કિશનના 76 રનની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં 7 વિકેટે વિજય મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 15.2 ઓવરમાં 3 વિકેટે 209 રન બનાવી લીધા છે.
-
Jan 23, 2026 22:33 IST
Ind vs NZ 2nd T20I Reside : સૂર્યકુમાર યાદવના અણનમ 82
સૂર્યકુમાર યાદવના 37 બોલમાં 9 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 82 રન. શિવમ દુબેના 18 બોલમાં 1 ફોર અને 3 સિક્સર સાથે અણનમ 36 રન બનાવ્યા.
-
Jan 23, 2026 22:05 IST
Ind vs NZ 2nd T20I Reside : સૂર્યકુમાર યાદવની અડધી સદી
સૂર્યકુમાર યાદવે 23 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 11.1 ઓવરમાં 150 રન પુરા કર્યા.
-
Jan 23, 2026 21:55 IST
Ind vs NZ 2nd T20I Reside : ઇશાન કિશન 76 રને આઉટ
ઇશાન કિશન 32 બોલમાં 11 ફોર અને 4 સિક્સર સાથે 76 રન બનાવી ઇશ સોઢીની ઓવરમાં કેચ આઉટ થયો, ભારતે 128 રને ત્રીજી વિકેટ ગુમાવી. ટીમ ઇન્ડિયાએ 7.5 ઓવરમાં 100 રન પુરા કર્યા હતા.
-
Jan 23, 2026 21:40 IST
Ind vs NZ 2nd T20I Reside : ઇશાન કિશનની અડધી સદી
ઇશાન કિશને 21 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. ભારતે 4.5 ઓવરમાં 50 રન પુરા કર્યા હતા.
-
Jan 23, 2026 21:14 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારતના બન્ને ઓપનર આઉટ
સંજુ સેમસન 5 બોલમાં 1 સિક્સર સાથે 6 રને હેનરીની ઓવરમાં કેચ આઉટ થયો. અભિષેક શર્મા પ્રથમ બોલે જેકોબ ડફીનો શિકાર બન્યો. ભારતે 6 રને બીજી વિકેટ ગુમાવી.
-
Jan 23, 2026 20:55 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારતને 209 રનનો પડકાર
બીજી ટી 20 મેચમાં ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 6 વિકેટે 208 રન બનાવી લીધા છે. ભારતને જીતવા માટે 209 રનનો પડકાર મળ્યો છે. ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 2 વિકેટ ઝડપી.
-
Jan 23, 2026 20:53 IST
Ind vs NZ 2nd T20I Reside : મિચેલ સેન્ટનરના અણનમ 47 રન
માર્ક ચેપમેન 13 બોલમાં 10 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 161 રને છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી. ન્યૂઝીલેન્ડે 19.5 ઓવરમાં 200 રન પુરા કર્યા. મિચેલ સેન્ટનર 27 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે 47 રને અણનમ રહ્યો.
-
Jan 23, 2026 20:22 IST
Ind vs NZ 2nd T20I Reside : રચિન રવિન્દ્ર 44 રને આઉટ
ડેરિલ મિચેલ 11 બોલમાં 3 ફોર સાથે 18 રને શિવમ દુબેની ઓવરમાં કેચ આઉટ થયો. રચિન રવિન્દ્ર 26 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 44 રને કુલદીપ યાદવની ઓવરમાં કેચ આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 129 રને પાંચમી વિકેટ ગુમાવી.
-
Jan 23, 2026 19:54 IST
Ind vs NZ 2nd T20I Reside : ફિલિપ્સ આઉટ
ટિમ શીફર્ટ 13 બોલમાં 5 ફોર સાથે 24 રન બનાવી વરુણ ચક્રવર્તીની ઓવરમાં કેચ આઉટ થયો. ગ્લેન ફિલિપ્સ 13 બોલમાં 2 ફોર અને 1 સિક્સર સાથે 19 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો. ન્યૂઝીલેન્ડે 98 રને ત્રીજી વિકેટ ગુમાવી.
-
Jan 23, 2026 19:20 IST
Ind vs NZ 2nd T20I Reside : ડેવોન કોનવે આઉટ
ડેવોન કોનવે 9 બોલમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 19 રને હર્ષિત રાણાની ઓવરમાં કેચ આઉટ થયો. ન્યૂઝીલેન્ડે 43 રને પ્રથમ વિકેટ ગુમાવી.
-
Jan 23, 2026 19:08 IST
Ind vs NZ 2nd T20I Reside : અર્શદીપની પ્રથમ ઓવરમાં 18 રન ફટકાર્યા
ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવેએ આક્રમક શરૂઆત કરી છે. અર્શદીપ સિંહની પ્રથમ ઓવરમાં 3 ફોર અને 1 સિક્સર સાથે 18 રન ફટકારી દીધા છે.
-
Jan 23, 2026 18:46 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારતની ટીમમાં બે ફેરફાર કરાયા
ભારતની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને હર્ષિત રાણાનો સમાવેશ કરાયો છે. જ્યારે ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે.
-
Jan 23, 2026 18:39 IST
Ind vs NZ 2nd T20I Reside : ન્યૂઝીલેન્ડ પ્લેઇંગ ઇલેવન
ટિમ શીફર્ટ, ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર (કેપ્ટન), ઝેક ફોલ્કસ, મેટ હેનરી, ઈશ સોઢી, જેકોબ ડફી.
-
Jan 23, 2026 18:39 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારત પ્લેઇંગ ઇલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
-
Jan 23, 2026 18:36 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારતે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટી 20 મેચમાં ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.
-
Jan 23, 2026 16:52 IST
Ind vs NZ 2nd T20I Reside : રાયપુર હવામાન રિપોર્ટ
એક્યુવેધરના જણાવ્યા અનુસાર રાયપુરમાં દિવસ દરમિયાન તેજ સૂર્યપ્રકાશ રહેશે અને રાત્રે તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. સાંજે ભેજનું પ્રમાણ 35 થી 44 ટકાની વચ્ચે રહેશે. વરસાદની કોઈ સંભાવના નથી. ઝાકળની સંભાવના છે.
-
Jan 23, 2026 15:11 IST
Ind vs NZ 2nd T20I Reside : રાયપુર પિચ રિપોર્ટ
શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બીજી ઇન્ટરનેશનલ ટી 20 મેચ રમાશે. પ્રથમ મેચ 1 ડિસેમ્બર, 2023ના રોજ યોજાઈ હતી. ભારતે ઓસ્ટ્રેલિયાને 20 રનથી હરાવ્યું હતું. 175 રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્પિનર અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા હતા. મોટો સ્કોર જોવા મળી શકે છે.
-
Jan 23, 2026 15:10 IST
Ind vs NZ 2nd T20I Reside : ભારત વિ ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે બીજી ટી 20 મેચ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ટી 20 શ્રેણીની બીજી મેચ શુક્રવારે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. મેચ સાંજે 7.00 વાગ્યે શરુ થશે. ટોસ 6.30 કલાકે થશે. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ ટી-20માં 48 રનથી જીત મેળવી હતી.
