Final Up to date:
સેક્સ એજ્યુકેટર સીમા આનંદની AIથી જનરેટ થયેલ અશ્લીલ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જેને લઈને તેમણે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે હવે આ મામલે સીમા આનંદે હવે સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કરીને ટ્રોલર્સને બરાબરના ઝાટક્યા છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ હંમેશા લોકોને ટાર્ગેટ કરતા હોય છે. જોકે આવા ટ્રોલર્સને 63 વર્ષની સેક્સ એજ્યુકેટર સીમા આનંદે બરાબરના ઝાટક્યા છે. હાલમાં જ સીમા આનંદે શુભાંકર મિશ્રાના પોડકાસ્ટમાં સંબંધો અને ઇન્ટિમસી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી. જેને લઈને બાદમાં તે ટ્રોલ થયા. અમુક લોકોએ તેના AIથી અશ્લીલ ફોટા બનાવ્યા હતા. જેથી કંટાળીને પછી સીમાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે.
વીડિયોમાં સીમા આનંદે ટ્રોલર્સને બરોબરના ઝાટક્યા છે. જેમાં તે કહે છે કે ગત સપ્તાહે મારી અમુક AI ન્યૂડ તસવીરો વાયરલ કરવામાં આવી. જેને લઈને FIR દાખલ કરવામાં આવી છે. જોકે આવી ખરાબ માનસિકતા જોઈને મન ડરી જાય છે. એક એડિટેડ ફોટોનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમનો ચહેરો નાના કપડાવાળી બોડી પર ચોંટડવામાં આવ્યો હતો. જેને રેપિસ્ટ માઇન્ડસેટ કહીને સીમાએ યુવાનોને સવાલ કર્યો કે તમારે ન નોકરી છે કે ન તો શોખ છે. માત્ર ઘરે બેસીને યુવતીઓની, મહિલાઓની ન્યૂડ્સ બનાવી રહ્યા છે. મારી ન્યૂડ્સ જોઈએ છે તમને? હું 63 વર્ષની છું.
સીમા આનંદે વીડિયોના કેપ્શનમાં લખ્યું કે ઇન્ટરનેટ પર સાચી વાતોને તોડી મરોડીને વ્યૂઝ કમાવાની ભાગદોડ લાગી છે. જ્યારે અસલી મુદ્દા દબાઈ જાય છે. ટ્રોલર્સે તેમની ઉંમર, તેમનો દેખાવ અને બોલવાના અંદાજ પર હુમલો કર્યો. જોકે સીમા આનંદે સ્પષ્ટ કર્યું કે તેમનો ઉદ્દેશ શરમથી આઝાદ રહીને સંબંધોની સત્યતા શિખવાડવાનો છે.
પોતાની પોસ્ટમાં સીમા આનંદે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે સમાજમાં મહિલાઓને ઉંમર સાથે ચૂપ રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે તે આ વિચારને તોડવા માગે છે. તેમણે કહ્યું કે તેમની ઓળખ તેમના કામ અને વિચારોથી છે ન તો તેમની ઉંમર કે તેમના શરીરથી. આ વીડિયોને લઈને યુઝર્સે સીમા આનંદના વખાણ કર્યા છે. લોકોએ કહ્યું કે તે એ મહિલાઓ માટે પ્રેરણા છે જે સમાજમાં રૂઢિવાદી વિચારધારા વચ્ચે છે. બીજી તરફ અમુક યુઝર્સે એવું પણ કહ્યું કે સીમાનો આ જવાબ ટ્રોલર્સને આરશો દેખાડવા સમાન છે.

