રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા, 1.25 લાખ મણ આવક થઈ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા, 1.25 લાખ મણ આવક થઈ

બ્લોગ BLOG
Spread the love


Final Up to date:

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતોની ભારે અવરજવર જોવા મળી હતી. કપાસ, મગફળી, જીરું, તલ, લસણ સહિત વિવિધ પાકોથી ભરેલા 1150થી વધુ વાહનોની આવક સાથે યાર્ડમાં ગતિવિધિઓ તેજ બની હતી. સુવ્યવસ્થિત વ્યવસ્થા અને સંતોષકારક ભાવોના કારણે માત્ર રાજકોટ જ નહીં, પરંતુ આસપાસના જિલ્લાઓના ખેડૂતો પણ પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉમટી પડ્યા હતા.

+

રાજકોટ

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઢગલા

રાજકોટ: માર્કેટિંગ યાર્ડમાં આજ રોજ કુલ અંદાજે 1150થી વધુ વાહનોની આવક નોંધાઈ હતી. આ આવકમાં કપાસ, મગફળી, સોયાબીન, અળદ, ઘઉં, ચણા, મગ, લસણ, સિંગફાડા, સફેદ તલ, કાળા તલ તથા જીરું જેવી વિવિધ જણસીઓનો સમાવેશ થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ કપાસની આવક અંદાજે 12,000 મણ, મગફળીની આવક 1,25,000 મણ (84,000 ગુણી), સોયાબીનની આવક 3000 મણ, અળદની આવક 3600 મણ, ઘઉંની આવક 8,000 મણ, ચણાની આવક 5500 મણ, મગની આવક 2,700 મણ, લસણની આવક 5000 મણ, સિંગફાડાની આવક 12500 મણ, સફેદ તલની આવક 2100 મણ, જીરાની આવક 5000 મણ તેમજ કાળા તલની આવક 2300 મણ થવા પામી હતી.

તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી સુવ્યવસ્થિત રીતે ઉતરાઈ કરવામાં આવી હતી. આ સમગ્ર વ્યવસ્થા રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેક્ટરો સાથે સ્ટાફના સહયોગથી સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યું હતું.

ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1460થી 1610 રૂપિયા, મગફળીનો 1200થી 1438 રૂપિયા, સોયાબીનનો 915થી 1015 રૂપિયા, અળદનો 1020થી 1500 રૂપિયા, ઘઉંનો 508થી 590 રૂપિયા, ચણાનો 920થી 1930 રૂપિયા, મગનો 1030થી 1950 રૂપિયા, લસણનો 1140થી 1740 રૂપિયા, સિંગફાડાનો 940થી 1644 રૂપિયા, સફેદ તલનો 1650થી 2026 રૂપિયા, કાળા તલનો 3333થી 4900 રૂપિયા તથા જીરુંનો 3811થી 4440 રૂપિયા એક મણનો મળ્યો હતો.

આ પણ વાંચો: હવે હાથમાં દાતેડી નહીં, ડ્રોનનું રીમોટ, ગામડાંની દીકરીઓ બની આધુનિક

યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2650 ક્વિન્ટલ થઈ હતી. ડુંગળીનો ભાવ ખેડૂતોને 110થી 310 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટેટાની આવક 4000 ક્વિન્ટલ થઈ હતી. બટાકાનો ભાવ ખેડૂતોને 120થી 311 રૂપિયા મળ્યા હતા. જ્યારે ટામેટાની આવક 988 ક્વિન્ટલ થઈ હતી. ટામેટાના ભાવ 423 થી 589 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *