Final Up to date:
આ હચમચાવી નાખતી ઘટના બલાંગીર જિલ્લાના સાગડઘાટ ગામની છે. સોમવારે એક 8 વર્ષનું બાળક પોતાના ઘરમાં માટીના ચૂલા પાસે બેઠું હતું.
ઓડિશા: જો તમે પણ બાળકોની જિદ પૂરી કરવા માટે ચિપ્સ અથવા કુરકુરે ખરીદીને લાવી આપતા હોવ તો સાવધાન થઈ જજો. ઓડિશાના બલાંગીર જિલ્લામાંથી એક હચમચાવી નાખતી ઘટના આવી છે. એક દર્દનાક ઘટનાએ ન ફક્ત એક બાળકની જિંદગી બરબાદ કરી નાખી પણ માતા-પિતાની ચિંતા પણ વધારી દીધી. હોંશે હોંશે ચિપ્સ ખાઈ રહેલું એક 8 વર્ષના બાળક સાથે એવી દુર્ઘટના થઈ કે તે જિંદગીભર એક આંખે આંધળો થઈ ગયો. વેફરના પેકેટની અંદર મફતમાં મળતું એક નાનું એવું રમકડું તેના માટે કાળ બની ગયું.
આ હચમચાવી નાખતી ઘટના બલાંગીર જિલ્લાના સાગડઘાટ ગામની છે. સોમવારે એક 8 વર્ષનું બાળક પોતાના ઘરમાં માટીના ચૂલા પાસે બેઠું હતું. રિપોર્ટ્સ અનુસાર, બાળક ઘરે એકલું હતું. તે એક ફેમસ કંપનીની વેફર ખાઈ રહ્યું હતું. વેફરના પેકેટની અંદર એક નાની એવી ગિફ્ટ (રમકડું) નીકળ્યું. માસૂમિયતમાં બાળકે રમત રમતમાં આ રમકડાંને સામે સળગી રહેલા ચૂલ્હાની આગમાં ફેંકી દીધું.
જેવું આ રમકડું આગમાં ફેંક્યું, તરત બ્લાસ્ટ થયો. આ ધમાકો એટલો જોરદાર હતો કે રમકડાંના સળગતા ટુકડા સીધા બાળકની આંખમાં જઈને ઘુસી ગયા. બ્લાસ્ટનો અવાજ સાંભળતા આજુબાજુના લોકો દોડતા દોડતાં ઘર તરફ આવ્યા. બાળકની માતા તરત તેને લઈને હોસ્પિટલે દોડ્યા.
તપાસ બાદ ડોક્ટરે જે જણાવ્યું તે સાંભળી પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ. તપાસમાં જાણવા મળ્યું કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે બાળકની આંખની કીકીની જગ્યા ખસી ગઈ. આંખમાં ગંભીર ઈજા થઈ હતી. ડોક્ટરે જણાવ્યું કે સર્જરી બાદ પણ આંખની રોશની પાછી આવવી શક્ય નથી.
બાળકની માતાની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે. માતા, જેનું નામ ભાનુમતી છે. તેમણે રડતાં રડતાં કહ્યું કે, મારો દીકરો હવે ક્યારેય એ આંખથી જોઈ શકશે નહીં. અમે લાચાર બની ગયા છીએ. એ કંપનીને જવાબ આપવો પડશે, જેમણે બાળકોના ખાવાના પેકેટમાં આવા ખતરનાક અને જ્વલનશીલ રમકડાં કેમ નાખ્યા?
કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધી નારાજ પરિવારે ચિપ્સ બનાવતી કંપની વિરુદ્ધ ટિટિલાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાની ગંભીરતા જોતા કેસ નોંધી લીધો છે. ટિટિલાગઢના સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર જ્યોતિષબંત પધાનીએ કહ્યું કે અમે પ્રાથમિક તપાસ શરુ કરી દીધી છે. અમે શોધી રહ્યા છીએ કે આ ઘટના લાપરવાહીનું પરિણામ છે કે રમકડાં બનાવવામાં કોઈ ખતરનાક અને વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કર્યો હતો.

