સૌરાષ્ટ્રમાં ત્રાટકેલા માવઠાએ ખેડૂતો માટે મોટી મુસીબત ઊભી કરી છે. હજુ તો ખરીફ સિઝનમાં થયેલી નુકસાનીમાંથી પાર નથી આવ્યા ત્યાં જ રવિ સિઝન પર માવઠાએ સપાટો બોલાવી દીધો. ઘઉં અને ઘાસચારાના પાક ઢળી પડ્યા છે. માવઠું થવાથી જીરૂં, ધાણા, ચણા પર માઠી અસર થવાની આશંકા છે. દ્વારકા જિલ્લામાં ખેડૂતોએ સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા માગ કરી છે.
Source link
