વધુમાં, આ કાર્યક્રમ હેઠળ, ₹42,000 કરોડથી વધુના કુલ ખર્ચ સાથે 1,100 થી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવશે. આમાં પશુપાલન, મત્સ્યઉદ્યોગ, ખાદ્ય પ્રક્રિયા અને કૃષિ માળખાગત વિકાસનો સમાવેશ થાય છે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO), સહકારી મંડળીઓ અને કૃષિ સંશોધકોનું સન્માન પણ કરશે.
