વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ સંજીવ કુમારે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ ગુજરાતના ગૌરવ એવા એશિયાટિક લાયનના સંવર્ધનનું કાર્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગળ વધારવામાં આવી રહ્યું છે, જેમાં મંત્રી ભૂપેન્દ્ર યાદવના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રાલયનો સહયોગ સાંપડ્યો છે. સિંહોનું બીજું ઘર અને પ્રાકૃતિક સૌંદર્ય, ઐતિહાસિક મહત્વ અને ભવ્ય સાંસ્કૃતિક ધરોહર ધરાવતો બરડો ડુંગર પ્રવાસીઓ માટે આકર્ષક સ્થળ બન્યું છે. વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે સાંસદ પૂનમબેન માડમ, સાંસદ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા તેમજ હેમંતભાઈ ખવા, પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઇ પરમાર, ડી.જી. ફોરેસ્ટ સુશીલ અવસ્થી, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી એ.બી.પાંડોર, અગ્રણી ચેતનાબેન તિવારી તેમજ મયુરભાઈ ગઢવી, ઉપરાંત વન વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

