આવતા અઠવાડિયે, 80 થી વધુ શેરોની એક્સ-ડેટ્સ આવી રહી છે, જેમાંથી મોટાભાગની કંપનીઓએ ડિવિડન્ડનું એલાન કર્યું છે. 70 થી વધુ કંપનીઓની કોર્પોરેટ કાર્યવાહી માટેની એક્સ-ડેટ મંગળવાર અથવા તો તે પછી પડી રહી છે.
આનો અર્થ એ છે કે, રોકાણકારો પાસે હવે આ કંપનીઓના ડિવિડન્ડનો લાભ લેવાની છેલ્લી તક છે. ઓવરઓલ જોઈએ તો, કુલ 13 કંપનીઓ એવી છે કે જે 10 રૂપિયા કે તેથી વધુનું ડિવિડન્ડ આપી રહી છે.
ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝની એક્સ-ડેટ 12 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે. આ સિવાય આઇસીઆઇસીઆઇ બેંકની એક્સ-ડેટ પણ 12 ઓગસ્ટ છે અને બેંકે 11 રૂપિયા ડિવિડન્ડ આપ્યું છે.
ઇન્ટરગ્લોબ એવિએશનની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. બીજીબાજુ MPS Ltd ની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 50 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.
પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક્સ-ડેટ 13 ઓગસ્ટ છે અને કંપનીએ 10 રૂપિયાનું સ્પેશિયલ ડિવિડન્ડ આપ્યું છે. એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની એક્સ-ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ 13.75 રૂપિયાનું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.
ગ્લેન્ડ ફાર્માની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 18 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનની એક્સ-ડિવિડન્ડ ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10.5 નું ડિવિડન્ડ આપ્યું છે.
કોવાઈ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ લિમિટેડની એક્સ-ડિવિડન્ડ ડેટ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10 નું ડિવિડન્ડ આપ્યું છે. એલજી બાલકૃષ્ણન એન્ડ બ્રોસ લિમિટેડની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 20 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.
મહારાષ્ટ્ર સીમલેસની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 10 નું ડિવિડન્ડ આપ્યું છે. મહાનગર ગેસની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 18 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.
મોર્ગનાઇટ ક્રુસિબલ ઇન્ડિયાની એક્સ-ડિવિડન્ડ તારીખ 14 ઓગસ્ટ છે અને કંપનીએ રૂ. 19 નું ફાઇનલ ડિવિડન્ડ આપ્યું છે.









