વાડીનાર નજીક આવેલા જેટી પાસે દરિયાઈ પાણીમા ફસાયેલા 33 જેટલા ઊંટનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ સ્થાનિક પોલીસને દરિયાઈ પાણીમાં 30થી વધુ ઊંટ દરિયાના પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી હતી. જેના આધારે પોલીસ તથા સ્થાનિકો દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આખરે ત્રણ કલાકની જહેમત બાદ તમામ ઊંટને બચાવી લેવાયા હતા. મહત્વનું છે કે, દરિયા કાંઠેથી ચરતા ચરતા ઊંટ વાડીનાર જેટી પાસે આવી પહોંચ્યા હતા. જોકે ત્યારબાદ અચાનક ભરતી આવતા તમામ ઊંટ ફસાઈ ગયા હતા. અંતે પોલીસ અને સ્થાનિકોએ તમામને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
Source link
