Final Up to date:
આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીએ પદયાત્રા પૂર્ણ કરી છે. દ્વારકામાં અનંત અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
જામનગર: આજે રામનવમીના દિવસે અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધી 170 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી છે. દસ દિવસની પદયાત્રા કરીને અનંત અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરી છે. તેઓની સાથે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર રહ્યા હતા. નોંધનીય છે કે, 29 માર્ચે નીકળ્યા પછી તેઓ દરરોજ લગભગ 20 કિલોમીટરનું અંતર કાપ્યું છે. દરરોજ રાત્રે લગભગ સાત કલાક ચાલતા હતા.
ભવ્ય સ્વાગત
આજે રામનવમીના પાવન પર્વે અનંત અંબાણીની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા પૂર્ણ થઈ છે. દ્વારકામાં અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રિલાયન્સ રોડ કિર્તી સ્તંભથી બ્રાહ્મણો, શારદાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અનંત અંબાણી, નીતા અંબાણી અને રાધિકાએ આજે સવારે ભગવાન દ્વારકાધીશની મંગળા આરતી કરી છે. વિવિધ સમાજના આગેવાનો અને ગ્રામજનો દ્વારા અનંત અંબાણી અને પરિવારનું સ્વાગત કરવામાં આવ્યું છે.
અનંત અંબાણીની પદયાત્રા માંતા નીતા અંબાણી પણ હાજર#BreakingNews #GujaratiNews#Anantambani #Dwarka #Padyatra #News18Gujarati pic.twitter.com/yq1GzFQ164
— News18Gujarati (@News18Guj) April 6, 2025
રિલાયન્સના ડાયરેક્ટર અનંત અંબાણી જામનગરથી દ્વારકા તરફ પદયાત્રાએ જતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે.
અનંત અંબાણીએ તમામ પદયાત્રીકોનો આભાર માન્યો#BreakingNews #GujaratiNews#Anantambani #Dwarka #Padyatra #News18Gujarati pic.twitter.com/21UhDnCFSk
— News18Gujarati (@News18Guj) April 6, 2025
કોરાળા નજીક ગોવાથી આવેલા રતિલાલ પરમારે 10 રૂપિયાની ચલણી નોટના પદયાત્રા દરમિયાનના સીરીયલ નંબર ફોટોગ્રાફ્સ સાથે અનંત અંબાણીને અર્પણ કર્યા છે.
#WATCH | Devbhumi Dwarka, Gujarat | ‘Padyatra’ of Anant Ambani, Director, Reliance Industries Restricted, from Jamnagar to Dwarkadhish Temple, completes right this moment.
Anant Ambani says, “It is my spiritual yatra. I start this yatra with the identify of God, and I’m finishing it together with his… pic.twitter.com/kwBa7q83oT— ANI (@ANI) April 6, 2025
અનંત અંબાણીને સીરીયલ નંબર સાથેની યાદી આપનાર રતિલાલ પરમાર અનેક મહાનુભાવોને તેમના જન્મ તારીખ અને સંસ્મરણોની સિરિયલ નંબર સાથેની યાદી આપી રહ્યા છે. આ આધ્યાત્મિક પદયાત્રામાં અનંત અંબાણી દ્વારકા જતા માર્ગમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને દેવી સ્તોત્રનો જાપ કરી રહ્યા હતા.
Dwarka,Jamnagar,Gujarat
April 06, 2025 7:11 AM IST

