એક સપનું આવ્યું અને મંદિરમાંથી આખેઆખુ શિવલિંગ ઉપાડી ઘરે સ્થાપિત કરી નાંખ્યું. દ્વારકાના હર્ષદમાં આવેલા ભીડ ભંજન મહાદેવના મંદિરની ઘટના છે. એક દીકરીને સપનું આવ્યું અને પરિવારના સભ્યો દ્વારકા જઈ મંદિરમાંથી શિવલિંગની ચોરી કરી સાબરકાંઠામાં ઘરે શિવલિંગની સ્થાપના કરી નાંખી. પછી પૂછવું શું? ઓહાપો થતા પોલીસ કામમાં જોતરાઈ અને ચોર ટોળકીને ઝડપી લીધી. હવે લોકોની આસ્થાના કેન્દ્ર સમાન ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાં ચોરી થયેલું શિવલિંગ ફરી સ્થાપિત કરવામાં આવ્યું. શિવરાત્રીના એક દિવસ પહેલા શિવલિંગ ગુમ થયું હતું. પોલીસે ટીમો બનાવી શિવલિંગને શોધી કાઢી 11 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત 48 કલાક જેટલા સમયગાળામાં જ શિવલિંગ ફરી મંદિરમાં અર્પણ કર્યું. આ પ્રસંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, અમને દ્વારકા પોલીસની કામગીરી પર ગર્વ છે. સાથે જ શિવભક્તોમાં પણ હર્ષની લાગણી જોવા મળી હતી.
Source link
