ખંભાળિયા: કેશોદ ગામે ચોંકાવનારી ઘટના બની છે. છેલ્લા સાત દિવસથી 90 ફૂટ ઊંડા કૂવામાં ખાબકેલી બિલાડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. બિલાડી કૂવામાં પડી હોવાનું વાડીના માલિકને જાણ થતાં તેમણે બિલાડીને બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે કોઈપણ પ્રકારની સફળતા ન મળતા તેમણે એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટની ટીમને આ અંગે જાણ કરી હતી. ઘટના અંગનો કોલ મળતા જ ટ્રસ્ટના સ્વયંસેવકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. આખરે ભારે જહેમત બાદ બિલાડીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. બિલાડીનું રેસ્ક્યૂ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ LIVE રેસ્ક્યૂ ઓપરેશનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Source link
