કેમ હોય છે એક પિન જાડી: લંબાઈની સાથે-સાથે આ પિનને જાડી પણ રાખવામાં આવે છે, અને તેની પાછળ પણ ખાસ કારણ છે, જો આ પિનને પાતળી રાખવામાં આવે, તો શક્ય છે કે લોકો ખોટી રીતે પ્લગ લગાવે અને અર્થિંગ પિન કરતાં પહેલાં જ બાકીની બે પિન સોકેટમાં ફિટ થઈ જાય. આવી સ્થિતિમાં જો ઉપકરણમાં ખરાબી હોય તો મોટો અકસ્માત થઈ શકે, આ જાડી પિન એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે પ્લગ ફિટ ન કરી શકે, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો, વાયર કે પિન જેટલી જાડી હોય એટલો તેનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓછો હોય છે.
