Garry Sobers : વેસ્ટ ઈન્ડીઝના જ નહીં પરંતુ સમગ્ર ક્રિકેટ જગતના મહાન લરાઉન્ડર સર ગૈરફિલ્ડ સોબર્સનું શુક્રવારે 17 જુલાઈના રોજ નિધન થયું છે. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. આ મહિનાની 28 જુલાઈના રોજ તેઓ 90 વર્ષના થયા હોત. પરંતુ હવે ક્રિકેટ ઇતિહાસનો આ અનોખા સ્ટારે દુનિયાને અલવિદા કહ્યું છે. સર ગૈરી સોબર્સના નામે રેડ-બોલ ક્રિકેટમાં 28 હજારથી વધુ રન અને 1043 વિકેટ નોંધાયેલી છે.
ગૈરી સોબર્સનું નામ ક્રિકેટ જગતના મહાન ઓલરાઉન્ડરોમાં ગણવામાં આવે છે છે. તેમણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 28314 રન બનાવ્યા હતા, જેમાંથી 8032 રન વેસ્ટ ઈન્ડીઝ માટે 160 ઇનિંગ્સમાં બનાવ્યા હતા. બોલિંગમાં તેમણે રેડ બોલ ક્રિકેટમાં 1043 વિકેટ ઝજપી હતી. જેમાંથી વેસ્ટ ઇન્ડીઝ માટે તેમણે 159 ઇનિંગ્સમાં 235 વિકેટ હતી.
એક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી
તે ફક્ત એક જ વન ડે મેચ રમ્યા હતા અને એક વિકેટ લીધી હતી. તેઓ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારનાર પ્રથમ બેટ્સમેન પણ હતા. તેમણે 1968માં નોટિંઘમશર તરફથી રમતી વખતે ગ્લેમોર્ગન સામે આ સિદ્ધિ મેળવી હતી.
The BCCI mourns the passing of Sir Garfield Sobers, a real icon of the sport and one among cricket’s greatest-ever all-rounders.
His extraordinary achievements, lasting affect on Caribbean cricket and immeasurable contribution to the worldwide sport have left an everlasting legacy that… pic.twitter.com/5263SNLezn
— BCCI (@BCCI) July 17, 2026
રોહિત શર્મા વર્લ્ડ કપ 2023 પછી સૌથી વધુ રન બનાવનાર ભારતીય, છતા પસંદગીકારો ભવિષ્ય માટે કેમ કરે છે નજરઅંદાજ?
બીસીસીઆઈએ શોક વ્યક્ત કર્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) સર ગૈરી સોબર્સના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. BCCI એ એક્સ પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો છે અને એક ખાસ સંદેશ પણ લખ્યો છે. BCCI એ લખ્યું કે બીસીસીઆઈ સર ગૈરફિલ્ડ સોબર્સના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેઓ રમતના એક રિયલ આઈકન હતા અને ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર હતા. તેમની સિદ્ધિઓ હંમેશા કેરેબિયન ક્રિકેટની યાદોનો ભાગ રહેશે. તેમના પરિવાર, મિત્રો અને તમામ રમત પ્રેમીઓ માટે સંવેદના.
