દ્વારકા: યાત્રાધામ દ્વારકા લાખો લોકોની આસ્થાનો સાગર છે. જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર ખાતે જુદા જુદા ધાર્મિક કાર્યક્રમની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે હાલ 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે અને આ ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં ફેરફાર પણ કરવામાં આવ્યો છે.
આગામી 2 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમીની દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા જગત મંદિરમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. આ અવસરે મોટી સંખ્યામાં ભક્તો સહભાગી બનશે, ત્યારે ઉજવણીના ભાગરૂપે દર્શન કાર્યક્રમમાં બદલાવ કરાયો છે. આગામી તા. 2 ના રોજ સવારનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. ત્યારબાદ ઉત્સવ આરતી બપોરે 1:30 વાગ્યે, ઉત્સવ દર્શન બપોરે 1:30 થી 2:30 વાગ્યા સુધી યોજાશે.
ત્યારબાદ બપોરે 2:30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે અને સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ હશે. જેની દ્વારકા આવતા ભાવિકજનોએ નોંધ લેવા અનુરોધ કરાયો છે. વહીવટદાર કચેરી, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા દ્વારા સત્તાવાર જાહેર કરાયેલ વિગત અનુસાર આગામી રવિવાર મહા સુદ 5 (પાંચમ) ના દિવસે વસંત પંચમી પર્વ આવી રહ્યું છે. જેનું હિન્દુ ધર્મમાં ખુબ જ મહત્વ હોવાથી શ્રી દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીના ઉત્સવ દર્શનનો ક્રમ બદલાયો છે.
આ પણ વાંચો:
ક્યારે શરૂ થાય છે ગુપ્ત નવરાત્રી? આવો જાણીએ તિથિ અને મુહૂર્ત
ઉલ્લેખનીય છે કે એક બાજુ રવિવારની રજા ઉપરાંત વસંત પંચમી બંનેને લઈ દ્વારકામાં ભક્તોની ભીડ પણ વધુ જામશે કારણ કે કોઈપણ તહેવાર ઉપરાંત રજાના દિવસોમાં સૌથી વધુ દ્વારકામાં ભીડ જોવા મળતી હોય છે. તાજેતરમાં વેકેશન સમયગાળા દરમિયાન હજારો ભક્તોએ ભગવાનના ચરણે શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર