15મી ઓગસ્ટ 2026ના 80મા સ્વતંત્રતા દિવસના પવિત્ર પ્રસંગે ગુજરાત રાજ્ય પોલીસ દળમાં ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર કુલ 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને મહામહિમ રાષ્ટ્રપતિના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકએ રાષ્ટ્રપતિ મેડલ મેળવનાર તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.
જાહેર કરાયેલા મેડલોમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક (President’s Police Medal for Distinguished Service – PSM) અને 17 પ્રશંસનીય સેવા પોલીસ ચંદ્રક (Police Medal for Meritorious Service – MSM) નો સમાવેશ થાય છે.
સંપૂર્ણ વિજેતા લિસ્ટ
વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ (PSM):
1. અમિત કુમાર વિશ્વકર્મા, IPS – અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીની કચેરી, ગુ.રા. અમદાવાદ.
2. બહાદુરસિંહ અભેસિંહ ચૂડાસમા – હથિયારી નાયબ પોલીસ અધીક્ષક, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, ગાંધીનગર.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/08/14/gujarat-police-president-medal-winners-list-2026-2026-08-14-15-32-56.jpg)
પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (MSM):
1. સૌરભ તોલંબિયા, IPS – પોલીસ મહાનિરીક્ષક, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી, ગાંધીનગર.
2. કનૈયા લક્ષ્મણભાઈ વાઘેલા – વાયરલેસ નાયબ પોલીસ અધીક્ષક, અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટી, અમદાવાદ.
3. બબાભાઈ રામજીભાઈ કોલી – હથિયારી પોલીસ ઈન્સ્પેક્ટર, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, પૂર્વ કચ્છ, ગાંધીધામ.
4. દિનેશકુમાર મણીભાઈ પટેલ – બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેર.
5. સંદીપ મહેન્દ્રભાઈ પટેલ – બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેર.
6. અનિલ શિવરામન નાયર – વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, સુરેન્દ્રનગર.
7. જયસિંહ ઘનશ્યામસિંહ રાજ – વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, પૂર્વ કચ્છ, ગાંધીધામ.
8. ઉત્તમસિંહ ગુણવંતસિંહ ઝાલા – વાયરલેસ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, એસ.એમ.સી., ગાંધીનગર.
9. બળવંતસિંહ મોતીસિંહજી સોલંકી – એ.એસ.આઈ., પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, બનાસકાંઠા.
10. નાનજી તરશીભાઈ અઘેરા – બિન હથિયારી એ.એસ.આઈ., પોલીસ અધીક્ષકશ્રીની કચેરી, જામનગર.
11. સબ્બીરખાન કરીમખાન ઠેબ – હથિયારી એ.એસ.આઈ., સેનાપતિશ્રીની કચેરી, રા.અ.પો.દળ જૂથ-૩, મડાણા.
12. ભરતસિંહ નટવરસિંહ વાઘેલા – આઈ.ઓ., પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
13. દિલીપસિંહ કિરીટસિંહ રાણા – એ.આઈ.ઓ., પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
14. કલ્પેશકુમાર સોમાભાઈ દેસાઈ – એ.આઈ.ઓ., પોલીસ મહાનિરીક્ષકશ્રીની કચેરી, ઈન્ટેલિજન્સ, ગાંધીનગર.
15. અજય પ્રહલાદભાઈ ઓઝા – હથિયારી હેડ કોન્સ્ટેબલ, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેર.
16. તરુણસિંહ ગણપતસિંહ સોલંકી – બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેર.
17. રાજેશકુમાર કરશનભાઈ મીર – હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ કમિશ્નરશ્રીની કચેરી, અમદાવાદ શહેર.
