Final Up to date:
સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક ભાભી જાહેરમાં હાથમાં બિયરની બોટલ પકડીને બિયર પીતા પીતા ડાન્સ કરી રહી છે. સાથે જ તે લોકોને પણ બિયર પીવડાવી રહી છે, જેને લઈને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સોશિયલ મીડિયામાં ઘણી વખત એવા વીડિયો વાયરલ થતા હોય છે, જેને લઈને લોકો નવાઈ પામી જતા હોય છે. હાલ એક આવો જ વીડિયો વાયરલ થયો છે, જેને લઈને એક તરફ કોન્ટ્રોવર્સી ઉભી થઈ છે, તો બીજી તરફ યુઝર્સ પણ આ વીડિયોને લઈને નવાઈ પામી ગયા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ ભાભી હાથમાં બિયરની બોટલ પકડીને ડાન્સ કરી રહી છે, જેને લઈને આ વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર sheetalpayal888 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જોકે ન્યૂઝ 18 ગુજરાતી આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું. વીડિયોમાં જોઈ શકાય છે કે આ ભાભી પોતે તો બિયર પી રહી છે, સાથે જ તે અન્ય લોકોને પણ ખેંચી ખેંચીને બિયર પીવડાવી રહી છે. જેથી આ વીડિયોને લઈને ઘણા ગંભીર સવાલો પણ ઉઠ્યા છે.
વીડિયો જોઈને યુઝર્સ દ્વારા આ મામલે જુદી જુદી પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે, જેમાં ઘણા બધા યુઝર્સે કોમેન્ટમાં રોષ પણ ઠાલવ્યો છે. ખાસ કરીને મોટા ભાગના લોકોનું આ વીડિયોને લઈને એવું કહેવું છે જો આવી જ હરકત જો કોઈ યુવકે કરી હોત તો તેની લોકો ધોલાઈ કરી નાખતા.
ઉલ્લેખનીય છે કે આ વીડિયો ક્યાનો છે તેને લઈને હજુ કોઈ માહિતી સામે નથી આવી શકી. પરંતુ વાયરલ થયેલા આ વીડિયોને લઈને મોટા ભાગના યુઝર્સમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વીડિયોમાં યુઝર્સ દ્વારા કોમેન્ટ કરીને પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપવામાં આવી છે, જેને લઈને આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

