Final Up to date:
અનેક ફિલ્મોમાં તમે એક્ટરને ડ્રગ્સ લેતા જોયો હશે? જો કે આ એક ગેરકાનૂની છે. તો આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવે છે? જો કે આ વિશે અનેક લોકો અજાણ હોય છે. તો જાણો અહીં.
બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોમાં તમે અનેકવાર જોયું હશે કે એક્ટર્સ ડ્રગ્સ લેતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ખરેખર આવો સીન શૂટ કરવા માટે ડ્રગ્સ લેતા હોય છે? આમ, આ પૂરી રીતે ગેરકાનૂની છે. તો જાણો ફિલ્મમાં બતાવવામાં આવતો આ સફેદ પાઉડર આખરે શું હોય છે? શું ખરેખર એક્ટર્સ સીનને રિયલ બતાવવા માટે નાકથી આ પાઉડરને ખેંચતા હોય છે? આમ, જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો શું કોઈ નુકસાન ન થાય? તો જાણો આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવે છે.
શું ખરેખર ફિલ્મોમાં ડ્રગ્સ લેતા હોય છે એક્ટર?
ફિલ્મોમાં સફેદ પાઉડરને પહેલાં કોકેન ડ્રગ્સ તરીકે બતાવવામાં આવતો હતો જે એક લેગ્ઝેટિવ બેબી પાઉડર તેમજ કોર્ન સ્ટાર્ચ હતો. પરંતુ આ પાઉડર નાક દ્વારા ખેંચવામાં આવતા એક હોલિવૂડ એક્ટરનું પરમેનન્ટ નેઝલ ડેમેજ થઈ ગયું હતું. ત્યારબાદ આ બદલવામાં આવ્યું હતું. પછી મોટાભાગની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇનોસિટોલ નામનું એક વિટામીન બી કમ્પાઉન્ડનો ઉપયોગ કરવામાં આવે છે જે પૂરી રીતે હાર્મલેસ હોય છે. આ ખાવાથી તેમજ નાક દ્વારા ખેંચવાથી કોઈ નુકસાન થતું નથી.
કેવી રીતે ડ્રગ્સ સીન શૂટ કરવામાં આવે છે?
રસપ્રદ વાત તો એ છે કે આ પાઉડર એટલો અસલી લાગે છે કે અસલી ડ્રગ ડીલર્સ પણ ડ્રગ્સને સામાન્ય કરવા માટે ઉપયોગ કરતા હોય છે. જો કે સવાલ એ થાય છે કે કોઈ એક્ટર સીન દરમિયાન આ પાઉડરને નાકથી ખેંચવા ના ઇચ્છે તો શું થાય? જો કે આ માટે ફિલ્મી દુનિયામાં જુગાડ છે. મોટાભાગનાં એક્ટર્સ જે આ પ્રકારનાં સીન શૂટ કરવા માટે નાકથી પાઉડર ખેંચવા ઇચ્છતા નથી ત્યારે તેમનાં નાકનાં સાઇડમાં એક એક્સ્ટ્રા રોલ ચીપકાવવામાં આવે છે. જો કે આ વિશે બહુ ઓછાં લોકો જાણતાં હોય છે. જ્યારે એક્ટર નાકથી ડ્રગ્સ લેવાનો સીન સાઇટ શૂટ કરવામાં આવે ત્યારે બરાબર પાછળ ઉભેલો વ્યક્તિ એક પંપ ખેંચે છે. આ પંપ એક પાઇપ દ્વારા એ રોલ સાથે જોડાયેલો હોય છે જે એક્ટરનાં નાકની સાઇડ પર ચોંટાડવામાં આવે છે. આ સાઇડ એક્ટર એક્ટ કરે છે અને પાછળથી પંપ પ્રેશરથી ખેંચવામાં આવે છે. જો કે દેખાવમાં એવું લાગે છે કે આ સાચું જ છે, પરંતુ ખરેખર આવું હોતું નથી.
Mumbai,Maharashtra

