માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

માગો દસ ‘ને આપે વીસ, જય દ્વારકાધીશ… દ્વારકામાં ભક્તોની ભીડ

ધર્મ RELIGION
Spread the love



દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ઉજવણી માટે ભક્તોની ભીડ જોવા મળી છે. કાળિયા ઠાકોર સંગ ફૂલડોલ મનાવવાનો ઉત્સાહ ચરમસીમાએ જોવા મળી રહયો છે. ફુલડોલ ઉત્સવ ઉજવવા માટે અલગ-અલગ પ્રાંતમાંથી આવતા પગપાળા શ્રધ્ધાળુઓ રસ્તામાં વિવિધ પ્રાચીન અર્વાચીન રાસગરબા તથા કરતબો સાથે કૃષ્ણભૂમિ તરફ પ્રયાણ કરી રહયા છે. દેવભૂમી દ્વારકામાં હોળી પર્વ પર થતાં ફૂલડોલ ઉત્સવનું અનેરું મહત્વ છે . દ્વારકાધીશ સાથે રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે યાત્રિકોની સલામતીને લઈ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 1 એસપી , 5 dysp સહિત 1100 થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. CCTV તેમજ ડ્રોન કેમેરાથી પોલીસની બાજ નજર રાખવામં આવી છે. સાદા ડ્રેસમાં પણ પોલીસ ટીમોને તૈનાત કરી દેવાઈ છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *