સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

સુરત શહેરમાં પૂર રાહત સહાય: 1185 અસરગ્રસ્તોને રૂ.35.21 લાખની કેશ ડોલ્સ તથા ઘરવખરી સહાયનું વિતરણ કરાયું

সাম্প্রতিক পোস্ট RECENT POST
Spread the love


સુરત શહેરમાં પડેલ ભારે વરસાદના કારણે વિવિધ તાલુકાના વિસ્તારોમાં ખાડીપૂર, પાણી ભરવાના કારણે થયેલ માનવ મૃત્યુ/ઈજા તેમજ સ્થાવર જંગમ મિલકતને થયેલ નુકસાન સામે કેશડોલ્સ, ઘરવખરી, કપડાની સહાય આપવા માટે જિલ્લા કલેકટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ સર્વે અંગેની કામગીરી તાત્કાલિક હાથ ધરીને પુર્ણ કરી શકાય તે માટે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓ-કર્મચારીઓ મળી કુલ 227 જેટલા કર્મયોગીઓની 41 ટીમો ગઠિત કરી આ ટીમોને તત્કાલ સર્વેની કામગીરીના હુકમ કરવામાં આવ્યા છે. 

ટીમના સભ્યોએ ફાળવેલા તાલુકાઓના મામલતદારોના સંપર્કમાં રહી કામગીરીની શરૂઆત કરી છે. આજે બપોર સુધીમાં કતારગામ, પુણા, મજુરા, અબ્રામા, ઉધના તાલુકા વિસ્તારમાં 701 અસરગ્રસ્તોને રૂ.11 લાખની કેશ ડોલ્સ વિતરણ કરાયું હતું. જયારે 484 અસરગ્રસ્તોને રૂ.24.20 લાખની ઘરવખરી સહાયની ચુકવણી કરવામાં આવી છે. જેમ સર્વે પુર્ણ થઈ રહ્યો છે તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

લિબાયત વિસ્તારના રતનજીનગર, મઝદા પાર્ક-1,2 સહિતની સોસાયટીઓમાં જિલ્લા આયોજન અધિકારી શિતલબેન માંડવિયા સહિતના અધિકારી-કર્મચારીઓ દ્વારા સર્વે કરીને કેશડોલ્સ સહાયનું વિતરણ કરાયું હતું.

Surat city collector
ઉધના તાલુકા વિસ્તારમાં 701 અસરગ્રસ્તોને રૂ.11 લાખની કેશ ડોલ્સ વિતરણ કરાયું હતું. {Photograph}: (સોશિયલ મીડિયા)

પુણા વિસ્તારમાં કુંભારીયાના ધનજીવલ્લી મહોલ્લો, પાદર ફળીયુ, ખાડી ફળીયુ, પીપળા ફળીયુ, સારોલીની નવી કોલોનીના સર્વે માટે પાંચ જેટલી ટીમોને કામગીરી સોંપવામાં આવી છે. એક ટીમમાં પાંચ કર્મચારીઓ સાથે ઘરે ઘરે જઈને નુકસાનીના સર્વેની કામગીરીમાં જોતરાયા છે. આ ઉપરાંત, નાયબ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરના નેજા હેઠળ બાવરી ફળીયુ, સણિયા હેમાદના બ્રાહ્મણ ફળીયુ, ખરી ફળીયુ, પારસી તથા ભુત ફળીયાના સર્વે માટે પાંચ ટીમો તૈયાર કરવામાં આવી છે. 

મજુરા વિસ્તારમાં જમીન દફતર નિરક્ષક ડી.એમ.દેસાઈના નેજા હેઠળ આંબેડકરનગર, રસુલાબાદ, આઝાદનગર, ઈન્દીરાનગરના સર્વે માટે ચાર ટીમો, ઉધના વિસ્તારમાં જિલ્લા આયોજન અધિકારીના નેજા હેઠળ મીઠી ખાડી વિસ્તાર- લિંબાયતના ઈસ્લામી ચોક, રઝા ચોક, આઝાદ ચોક, બેઠી કોલોની, પતરાની ચાલ, કાંતિનગર, ફુલવાડી, નુરે ઈલાહી નગર, કદીરી ચોક, મઝદાપાર્ક, રતનજીનગર, ભેદવાડ, ગોડદરા વિસ્તારના મીરાનગર, રામકૃષ્ણ સો., ભવાની સો., હળપતિવાસ, રબારીવાસ વિસ્તારમાં ચાર ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.

damage caused by floods in Surat city
જેમ સર્વે પુર્ણ થઈ રહ્યો છે તેમ સહાયનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. {Photograph}: (સોશિયલ મીડિયા)

નાયબ નિયામક (વિકસતી જાતિ)ના નેજા હેઠળ ગોડાદરા, ધીરજનગર, નીલકંઠ સો., સ્વામિનારાયણ નગર, પટેલનગર, પરવટ વિસ્તાર, ગીતાનગર, હળપતિવાસ, ખાડી ફળીયું, ઉધના ઉદ્યોગ સંઘ વિસ્તાર, સંજયનગર ઝુપડપટ્ટીના સર્વે માટે ચાર ટીમો કામગીરી કરી રહી છે. 

ડી.આઈ.એસ.એસ.ના ડેપ્યુટી ડાયરેકટરના નેજા હેઠળ ગોડાદરા આસપાસનગર, આસ્તિક નગર, કૌશલનગર, કલાકુંજ, પ્રકાશનગર, ગાયત્રીનગર, પ્રિયંકાનગર, ડુંભાલના અસરગ્રસ્ત વિસ્તારના સર્વે માટે ત્રણ ટીમો કામગીરીએ કરી રહી છે.

પુણા વિસ્તારના માટે જિલ્લા રજિસ્ટ્રાર હરેશ કાછડના નેજા હેઠળ સીમાડા વિસ્તારના સ્વામિનારાયણ નગર, શુભમ પાર્ક, સ્વાગત સો., વાલમનગર, સિધ્ધાર્થ નગર, ધર્મરાજ, એસ.ડી.પાર્ક, ઠાકોરદ્વાર, શાંતિનિકેતન, વ્રજભૂમિ સેક્ટર શોપિંગ સેન્ટરની બહારની દુકાનો, હરિઓમ પાર્ક, દિવાળીનગર, અજમલધામ, સરથાણા વિસ્તારના વીટીનગર, કેશવપાર્ક, શ્યામવિલા, હરે કૃષ્ણ રો-હાઉસની દુકાનો, ગઢપૂર રોડની આદર્શ રો હાઉસ, લક્ષ્મી નગર, સીએચ પાર્ક તથા નાના વરાછાની કૃષ્ણકુંજ સો. વંદના સો. વિભાગ-1,2, શ્યામધામની દેવીકૃપા સો., સરસ્વતી સો.1,2,3, શ્યામધામ વિભાગ 1,2,3, સંગના સોસાયટીના 1,2,3, મહાવીર સોસાયટીના સર્વે માટે પાંચ ટીમો કામગીરી કરી રહી છે.

જિલ્લા રજીસ્ટ્રાર હાઉસીંગના નેજા હેઠળ પુણા વિસ્તારના ખોડીયારનગર, લક્ષ્મણ નગર, કલ્યાણ નગર, લસકાણાના શુભમ રો-હાઉસ, કઠોદરાની મારૂતિનંદન તેમજ પાસોદરા વિસ્તારના સાંઈ શ્રધ્ધા રો હાઉસ, શિવ શક્તિ રેસિડેન્સી, ઓ રો-હાઉસ, ભકિત પાર્ક, ટાંકી ફળિયુ માટે બે ટીમો કામ કરી રહી છે. 

ડી.આઈ.એસ.એચ.ના ડેપ્યુટી ડાયરેકટરને મજુરા વિસ્તાર તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોના સર્વે માટે બે ટીમો, ઉધના વિસ્તાર માટે પશુપાલન વિભાગના નાયબ નિયામક ડો.એમ.પી.ભીમાણીના નેજા હેઠળ ગોડાદરાના ભવાની સો., હળપતિવાસ, રબારીવાસ, પટેલનગર, પાંડેસરાના શિવનગર, ચીકુવાડી, મીઠી ખાડી વિસ્તારના સર્વે માટે ચાર ટીમો, સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને ગોડાદરા આસપાસ, આસ્તિકનગર, કૌશલ નગર સહિતના વિસ્તારો માટે બે ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. જરૂરીયાત જણાયે હજુ પણ વધુ કર્મચારીઓની ફાળવણીના ઓર્ડરો કરવામાં આવશે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *