સાબરકાંઠા: રાજસ્થાનમાંથી 6 કિલો અફીણ લઈ ગુજરાતમાં આવતા બે શખ્સો ઝડપાયા, 30 લાખનો માલ જપ્ત

સાબરકાંઠા: રાજસ્થાનમાંથી 6 કિલો અફીણ લઈ ગુજરાતમાં આવતા બે શખ્સો ઝડપાયા, 30 લાખનો માલ જપ્ત

વર્લ્ડ WORLD
Spread the love


Final Up to date:

હિંમતનગરના આડાહાથરોલ નજીકથી 6 કિલોથી વધુ અફીણના જથ્થા સાથે બે પકડાયા તો પોલીસે  ૩૧,૩૪,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીના છ દિવસના કોર્ટે રીમાંન્ડ મંજૂર કર્યા છે.

લાખો રુપિયાના માદક પદાર્થ સાથે ધરપકડ થઈ
લાખો રુપિયાના માદક પદાર્થ સાથે ધરપકડ થઈ

સાબરકાંઠા: જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસને મળેલી બાતમીના આધારે ભિલોડા ગાંભોઈ રોડ પર આવેલા આડાહાથરોલ ત્રણ રસ્તા નજીકથી ગાંભોઈ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાઈક પર જતાં બે શખ્સોને શકના આધારે અટકાવી તેમની ઝડતી લેતા તેમની પાસેથી અંદાજે રૂા. ૩૦.૬૪ લાખ વધુની કિંમતના ૬.૧૨૯ કિલો ગ્રામ અફીણના જથ્થા સાથે રાજસ્થાનના બે શખ્સોને ઝડપી લઈ તેમની વિરુદ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટના ભંગ બદલ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આ જથ્થો મહેસાણાના સતલાસણા લાલજી પટેલને આપવાનો હોવાનું આરોપીઓએ કબૂલ્યું હતું તો આ બે આરોપી પૈકી પપ્પુ થોરી અગાઉ પણ અફીણના ગુનામાં સંડોવાયેલ હતો, તેવું ખુલ્યું છે. હાલ તો પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા 6 દિવસના રિમાન્ડ પણ મંજૂર થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય રાજ્યોમાંથી સાબરકાંઠા થઈ ગુજરાતમાં અન્ય સ્થળે માદક પદાર્થોની ખુલ્લેઆમ હેરાફેરી ચાલી રહી છે, ત્યારે અત્યાર સુધીમાં સાબરકાંઠામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ તથા ગાંજો પકડાયો હોવાની ફરિયાદો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂકી છે. બાતમીના આધારે ભિલોડા તરફથી એક બાઈક પર બે પરપ્રાંતિયો પ્રતિબંધિત માદક પદાર્થનો જથ્થો લઈ હિંમતનગર તરફ આવી રહ્યા છે. જે આધારે ગાંભોઈ પોલીસે તરત જ સજાગ થઈને આડા હાથરોલ ત્રણ રસ્તા નજીક જઈ વાહનચેકિંગ શરૂ કર્યું હતું.

દરમિયાન બાતમી મુજબ આવી રહેલ એક બાઈક પર બેઠેલ બે શકમંદોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ બંને પાસે રહેલા કાળા કલરના થેલામાંથી અંદાજે રૂા. ૩૦,૬૪,૫૦૦ ની કિંમતનો અંદાજે ૬.૧૨૯ કિલોગ્રામ માદક પદાર્થ અફીણનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે આ બંને પાસેથી રૂા. ૨૦ હજારના બે મોબાઈલ અને રૂા. ૫૦ હજારની બાઈક મળી અંદાજે રૂા. ૩૧,૩૪,૫૦૦ નો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ-૮(સી),૧૭(સી), ૨૯ મુજબ ગુનો નોંધી ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા બે તથા અન્ય ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *