Meeting Election Outcomes 2026 : પશ્ચિમ બંગાળ અને આસામ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થઇ ગયા છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 200 થી વધુ બેઠકો જીતીને પ્રથમ વખત રાજ્યમાં સરકાર બનાવશે. આસામમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને જીતની હેટ્રિક નોંધાવી છે. બીજી તરફ તમિલનાડુમાં આખો ખેલ બદલાઇ ગયો છે. અભિનેતા વિજયની ટીવીકે બહુમતી નજીક છે. બીજી તરફ કોંગ્રેસ ગઠબંધને કેરળમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. પુડુચેરીમાં એનડીએ સરકારની વાપસી થઇ છે.
આસામ વિધાનસભા ચૂંટણી પરિણામ
અસમ વિધાનસભાની ચૂંટણીમાં 126 બેઠકોમાંથી ભાજપે 82 સીટો પર જીત મેળવી છે. આ સિવાય કોંગ્રેસે 19, બોડોલેન્ડ પીપલ્સ ફ્રન્ટે 10, અસમ ગણ પરિષદે 10, AIUDF એ 2, RJRD 2 અને તૃણમુલ કોંગ્રેસે 1 બેઠક પર જીત મેળવી છે.
કેરળ વિધાનસભા ચૂંટણી પરિણામ
કેરળની 140 બેઠકોમાંથી કોંગ્રેસને 63 સીટો મળી છે. CPI(M)ને 26 બેઠકો, IUMLને 22 બેઠકો, સીપીઆઈને 8 બેઠકો, ભાજપને 3 બેઠકો અને અન્યને 18 બેઠકો મળી છે.
પુડુચેરી વિધાનસભા ચૂંટણી પરિણામ
પુડુચેરીની 30 બેઠકોમાંથી ભાજપ ગઠબંધનને 18 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ ગઠબંધનને 6 સીટો મળી છે. અભિનેતા વિજયની ટીવીકેને 2 બેઠકો મળી છે. અન્યને 4 બેઠકો મળી છે.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પરિણામ
તમિલનાડુમાં અભિનેતી વિજય થેલાપતિની ટીવીકે સૌથી મોટી પાર્ટી બની છે. ટીવીકેને 105 બેઠકો મળી છે અને 2 સીટ પર આગળ છે. ડીએમકેને 60 અને એઆઈડીએમકેને 47 સીટો મળી છે. કોંગ્રેસને 5 અને ભાજપને 1 બેઠક મળી છે. અન્યને 14 બેઠકો મળી છે.
ભાજપે પશ્ચિમ બંગાળમાં ટીએમસી પાસેથી સત્તા કેવી રીતે છીનવી? પ્રચંડ જીતના 5 મોટા કારણો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પરિણામ
પશ્ચિમ બંગાળમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની છે. વિધાનસભાની 293 સીટોમાંથી ભાજપે 202 બેઠકો પર જીત મેળવી છે અને 4 પર આગળ છે. તૃણમુલ કોંગ્રેસે 73 બેઠકો પર જીત મેળવી છે અને 8 પર આગળ છે. કોંગ્રેસ 2 બેઠકો જીતી છે. AJUPએ 2, CPI(M) 1 અને AISF એ 1 બેઠક જીતી છે.
