PM Modi Gujarat Go to : પીએમ નરેન્દ્ર મોદી એક દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. તેમણે વાવ-થરાદમાં 19,806 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સિવાય હિંમતનગર-ખેડબ્રહ્મા ગેજ લાઇન અપગ્રેડેશન પ્રોજેક્ટ (54.83 કિમી)નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે ખેડબ્રહ્મા-હિંમતનગર-અસારવા ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી હતી. આ પ્રોજેક્ટથી પ્રદેશમાં રેલ કનેક્ટિવિટી મજબૂત થશે અને મુસાફરોને નોંધપાત્ર રાહત મળશે તેવી અપેક્ષા છે.
ડીસા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે
આ પછી જનસભાને સંબોધતા પીએમ મોદીએ સરહદી વિસ્તારોના વ્યૂહાત્મક મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ડીસા રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે અને ત્યાં એરબેઝનું નિર્માણ જરૂરી છે.
પ્રધાનમંત્રી મોદીએ અગાઉની સરકારો પર નિશાન સાધતા કહ્યું કે આ પ્રોજેક્ટ વર્ષો સુધી ફાઇલોમાં દબાવીને રાખવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે કદાચ તે સમયે દિલ્હીમાં સત્તામાં રહેલા લોકોના મનમાં ગુજરાત પ્રત્યે ગેરવાજબી દ્વેષ હતો, જેના કારણે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટમાં વિલંબ થયો. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે લોકોએ તેમને દિલ્હીમાં સેવા કરવાની તક આપી ત્યારે તેમણે આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી અને હવે ડીસામાં એક વિશાળ એરબેઝ સ્થાપિત થઇ ચુક્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય દેશની સરહદોને મજબૂત બનાવવા તેમજ ઝડપથી માળખાગત સુવિધાઓ વિકસાવવાનો છે, જેથી વિકાસ અને સુરક્ષા બંને સમાન ગતિ મેળવી શકે.
Talking on the launch of assorted initiatives in Vav-Tharad, Gujarat. These will enhance connectivity and assist socio-economic growth of the area. https://t.co/f6dCMtRh2i
— Narendra Modi (@narendramodi) March 31, 2026
ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે
પીએમ મોદીએ કહ્યું કે 15-16 વર્ષ પહેલાં 2010માં મુખ્યમંત્રી રહેતા મેં ચારણકામાં દેશના પ્રથમ સોલાર પાર્કનું નિર્માણ શરૂ કર્યું હતું. આ પોતાની રીતે એક મલ્ટી-ટેકનોલોજી પાર્ક છે જેણે સોલર એનર્જીનું મૂવમેન્ટ શરૂ કર્યું. આજે ગુજરાતમાં જે રીતે સોલર એનર્જીનું કામ થઇ રહ્યું છે. જેમ કે આજે જ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક સંબંધિત પ્રોજેક્ટ્સ શરૂ થયા છે. તે દિવસ દૂર નથી જ્યારે ગુજરાત વિશ્વમાં રિન્યુએબલ એનર્જીમાં દુનિયાનું એક મોટું કેન્દ્ર બનીને ઉભરશે.
‘જો કોઈ સલીમ સુરેશ બનીને જીવન બરબાદ કરશે તો…’ હર્ષ સંઘવીએ ‘લિવ-ઇન’ સંબંધો પર કર્યા આકરા પ્રહાર
હાલ થોડા દિવસો પહેલા જ પાવન નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો છે. આ માતા અંબાની કૃપા છે કે મને આજે તેમના ચરણોમાં આવવાનું સૌભાગ્ય મળ્યું છે. તેમની કૃપાથી આજે તમારા બધાના, મારા પોતાના પરિવારજનોના, તમારા બધાના દર્શન કરવાનો લાભ મળ્યો છે. હું માતા અંબાના ચરણોમાં નમન કરું છું.
