રસ્તા પર ટાયર ઘસાવાથી ગીતની ધૂન વાગશે, દેશમાં પહેલી વાર મ્યુઝિકલ રોડ બન્યો

રસ્તા પર ટાયર ઘસાવાથી ગીતની ધૂન વાગશે, દેશમાં પહેલી વાર મ્યુઝિકલ રોડ બન્યો

લાઈફ સ્ટાઈલLIFE STYLE
Spread the love


Final Up to date:

મુંબઈમાં એક એવો રોડ બન્યો છે. જેમાં ટાયર ઘસાવાથી ગીતની ધૂન વાગે છે. આ ભારતનો પહેલો મ્યુઝિકલ રોડ છે. જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી.

(Image: Instagram@my_bmc)
(Picture: Instagram@my_bmc)

મુંબઈ: ભારતમાં હવે રોડ રસ્તા કંઈક અલગ પ્રકારના બની રહ્યા છે. આ વાત એટલા માટે અમે કહી રહ્યા છે કારણકે મુંબઈમાં પહેલી વાર હવે રસ્તા પરથી શાંતિથી ગાડી લઈને નીકળશો તો તમને મ્યુઝિક સાંભળવા મળશે. આ અનોખો રોડ મુંબઈના કોસ્ટલ રોડ પર બનાવવામાં આવ્યો છે. જે નરીમન પોઈન્ટથી વર્લી જતા લેન વચ્ચે આવે છે. રસ્તા પર આપમેળે મ્યુઝિકની ધૂન સાંભળવામાં આવે આ વાત ઘણી રસપ્રદ છે.

બીએમસીએ છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ પર ભારતની પહેલી મ્યુઝિકલ રોડ શરૂ કરી છે. નરીમન પોઈન્ટથી વર્લી જતા રોડ પર 500 મીટર ભાગ ખાસ રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે. જો ગાડી 60 થી 80ની સ્પીડે ચલાવશો તો તમને અહીંયા ઓસ્કર વિનિંગ ફિલ્મ સ્લમ ડોગ મિલિયોનેરનું ગીત જય હો ની ધૂન સાંભળવા મળશે.

સૌથી ખાસ વાત એ છે કે આ અવાજ કોઈ સ્પીકર દ્વારા નથી આવતી પરંતુ ટાયર અને રસ્તાના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. આ ટેક્નોલોજી પાછળ સાયન્સ છે જેમાં રસ્તા પર ખાસ પ્રકારના rumble Strips એટલે કે ખાંચા બનાવવામાં આવ્યા. આ ખાંચાઓના અંતરને યોગ્ય રીતે સેટ કરવામાં આવ્યા છે. જ્યારે ટાયર અહીંયાથી પસાર થાય ત્યારે ફ્રીક્વન્સી વાઈબ્રેશન બને છે. જેના કારણે કારની અંદર બેઠેલા લોકોને મ્યુઝિક જેવો અનુભવ થાય છે. પરંતુ જો સ્પીડ ઓછી કે વધારે હોય તો સૂર બગડી શકે છે.

ઈન્સ્ટાગ્રામ પર બીએમસીના ઓફિશિયલ એકાઉન્ટ પર આ રોડનો વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રોડનું ઉદ્ઘાટન કર્યું. જેમાં ડેપ્યુટી સીએમ શિંદેએ કહ્યું કે આ હજુ ટ્રાયલ છે. સાથે જ કહ્યું કે આ રોડનો હેતુ માત્ર મનોરંજનનો નથી પણ ડ્રાઈવરોને એલર્ટ કરવાનો પણ છે. આ હંગેરીની ટેક્નોલોજી પર આધારિત છે. જે ભારતમાં પહેલી વાર લાગુ થઈ છે.

ઉલ્લેખનીય છે કે મુંબઈની આ મ્યુઝિકલ રોડ માત્ર મુસાફરીને રસપ્રદ નથી બનાવતી પરંતુ સુરક્ષિત ડ્રાઈવિંગ નિયમોનો પણ ઉલ્લેખ કરે છે. હવે લોકો અહીંયાથી નીકળશે ત્યારે તો રસ્તા પોતે કહેશે જય હો. આ રીતનો રોડ દેશમાં પહેલી વાર બનાવવામાં આવ્યો છે. જેથી આ રોડ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *