SIR : સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયાને યોગ્ય ગણાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પ્રક્રિયા બંધારણ અને કાયદા અનુસાર છે. કોર્ટના ચુકાદા બાદ ભાજપે કોંગ્રેસ અને વિપક્ષી દળો પર પ્રહાર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આજે સુપ્રીમ કોર્ટે એસઆઈઆરની પ્રક્રિયાને સંપૂર્ણપણે બંધારણીય સાબિત કરી દીધી છે.
વિપક્ષનો બંધારણીય પરાજય થયો : ભાજપ
સુધાંશુ ત્રિવેદીએ ભાજપના મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને લાગે છે કે રાજકીય હાર પછી અને દેશમાં અરાજકતા-અવ્યવસ્થા ઉત્પન કરવાની નૈતિક હાર બાદ હવે આ વિપક્ષ અને કોંગ્રેસ પાર્ટીની સંવૈધાનિક ધરાતલ ઉપર પણ પરાજય થયો છે. તેમની રાજકીય અસમર્થતાને ઢાંકવા માટે લોકશાહીની તમામ સંસ્થાઓને દોષી ઠેરવવાના અને કલંકિત કરવાના તમામ કુપ્રયાસો આજે સુપ્રીમ કોર્ટમાં નિરર્થક સાબિત થયા છે.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે એસઆઈઆર પ્રક્રિયાને સુપ્રીમ કોર્ટ દ્વારા બંધારણીય માનવામાં આવી છે અને તેને ચૂંટણી પંચના અધિકાર અંતર્ગત માની છે. નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે તેને જરૂરી માન્યું છે. તેમણે કહ્યું કે ઇન્ડી ગઠબંધન જે સનાતન ધર્મના વિનાશક અને ઘૂસણખોરોનો સંરક્ષક છે, તેમનું વાસ્તવિક ચરિત્ર આજે સામે આવી ગયું છે.
ભારતમાં જલ્દી થશે ચોમાસાનું આગમન, કેરળ-લક્ષદ્વીપમાં વરસાદની આગાહી, કર્ણાટકમાં ભારે પવન ફૂંકાશે
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે બિહાર અને બંગાળમાં કારમાં પરાજય બાદ દેશમાં અરાજકતા ફેલાવવાનું તેમનું નાપાક ષડયંત્ર નિષ્ફળ ગયું ત્યારે આ નૈતિક હાર હતી. હવે સુપ્રીમ કોર્ટમાં એસઆઈઆર પર તેમની અરજી સંપૂર્ણ રીતે ફગાવી દેવામાં આવી છે. હવે તેને બંધારણીય હાર કહી શકાય છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીની સંપૂર્ણ હારનો પીસીએમ એટલે કે રાજકીય બંધારણ અને નૈતિક પરાજયના રુપમાં સંક્ષેપમાં બતાવી શકાય છે.
કોંગ્રેસ પાર્ટીનો ચીન સાથે કરાર – ભાજપ
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે મુદ્દો માત્ર એટલો જ નથી કે એસઆઈઆર સામેના આક્ષેપો પાયાવિહોણા સાબિત થયા છે, પરંતુ આ મુદ્દો તેના કરતા વધુ ગંભીર છે. તેમણે કહ્યું કે આજે વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ પાર્ટીનો ચીન સાથે કરાર છે, તેમનો પરિવાર ઇટાલીમાં છે. તેમની વિચારધારાનું કેન્દ્ર ઇંગ્લેન્ડ અને યુરોપમાં છે અને પ્રચારનું કેન્દ્ર અમેરિકન સંસ્થાઓ છે અને વોટનો પ્રવાહ બાંગ્લાદેશ સાથે જોડાયેલો છે.
