Final Up to date:
ભારતમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં રિવાજો તદ્દન અલગ છે. અહીંયા લગ્ન બાદ વરરાજાની વિદાય થાય છે અને તેને પત્નીના ઘરે ઘરજમાઈ બનીને રહેવું પડે છે.
આપણા દેશમાં અલગ અલગ સંસ્કૃતિના લોકો રહે છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે લગ્ન બાદ દુલ્હનની વિદાય થતી હોય છે. જોકે ભારતમાં એક ગામ એવું પણ છે કે જ્યાં લગ્ન બાદ વરરાજાની વિદાય થાય છે અને તેમણે ઘર જમાઈ બનવું પડે છે. આ પ્રથા અહીંયા વર્ષોથી ચાલી આવી રહી છે. મેઘાલયમાં આવેલ ખાસી સમુદાયમાં વર્ષોથી આ રિવાજ ચાલતો આવ્યો છે. અહીંયા સંપત્તિ પણ દીકરીઓને પહેલા મળે છે.
મેઘાલયમાં ખાસી, ગારો અને જૈનતિયા ટ્રાઈબ્સમાં આ રિવાજ પ્રચલિત છે. આ સમાજમાં મહિલાઓને કેન્દ્રમાં રાખવામાં આવે છે. 2025માં યુએનની રિપોર્ટ અનુસાર આ સિસ્ટમ લિંગ સમાનતાનું વૈશ્વિક મોડલ છે. જ્યાં મહિલાઓ નિર્ણય લે છે અને પુરુષોએ સહયોગી બનવું પડે છે. ખાસી ટ્રાઈબ મેઘાલયની 48 ટકા વસ્તી છે. આનો ઇતિહાસ પણ 5000 વર્ષ જૂનો છે.
અહીંયા બાળકના જન્મ બાદ તેના નામ પાછળ માતાનું નામ અને અટક લાગે છે. માતાની સંપત્તિ પણ અહીંયા તેની દીકરીને મળે છે. લગ્ન બાદ વરરાજાને પત્ની સાથે તેના ઘરે જવું પડે છે. અહીંયા મહિલાનું રાજ સ્પષ્ટ દેખાય છે. પરિવારના મોટા નિર્ણયો જેમકે લગ્ન, સંપત્તિની વહેંચણી આ બધા નિર્ણયો મહિલાઓ લે છે.
ખાસી ટ્રાઈબ્સમાં મામાની ભૂમિકા ખાસ છે. તેને ભાણીયાઓનો રક્ષક અને માર્ગદર્શક માનવામાં આવે છે. આ સમાજમાં લગ્નના રીતિ રિવાજો ઘણા અલગ છે. અહીંયા માતાના ગોત્રમાં લગ્ન નથી થઈ શકતા. જો આવું થયું તો તેનો સામાજિક બહિષ્કાર કરી દેવામાં આવે છે. લવ મેરેજની પરવાનગી તો છે પણ મંજૂરી જરૂરી છે.
દહેજ આપવામાં નથી આવતું પણ દુલ્હન તરફથી ગિફ્ટ આપવામાં આવે છે. 2025ના એક સર્વેમાં સામે આવ્યું કે ખાસી સમાજમાં છૂટાછેડાના કેસ ઓછા છે. મેઘાલયની 3 ટ્રાઈબ્સ જેમાં ખાસી, ગારો અને જૈનતિયા આ રિવાજો પ્રમાણે રહે છે. ગારોં ટ્રાઈબ્સમાં સૌથી નાની દીકરીને સંપત્તિ આપવામાં આવે છે. આ રિવાજો વર્ષોથી આ લોકો પાળતા આવ્યા છે.
Jan 19, 2026 10:27 PM IST

